Main Menu

અમરેલી જિલ્‍લામાં સતત વરસાદથી જળાશયોમાં નવા નીરની ભરપૂર આવક

જિલ્‍લાનાં અનેક પૂલો અને માર્ગોની હાલત કફોડી
 અમરેલી, તા.
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ગઈકાલે આખો દિવસ પણ મેઘસવારી યથાવત રહેવા પામેલ હતી. જેને લઈ અનેક નદી નાળા છલકાયા છે. જયારે રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે જોલાપરી નદી ઉપરનો પુલ તુટી ગયાનું જાણવા મળેલ છે. જયારે ગઈકાલે બાબાપુર નજીક બોલેરો કાર પુરમાં તણાય હતી તેમાં કાર મળી આવી હતી જયારે તેમાં બેઠેલ વ્‍યકિત અંગે હજુ સુધી કોઈ વિગત મળી નથી. આજે સવારથી અમરેલી શહેરમાં ઝાપટા સ્‍વરૂપે વરસાદ વરસી રહૃાો છે. અને આજે સવાર સુધીમાં અમરેલીમાં 14  મી.મી. પાણી પડી ગયું છે. અને હજુ પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. ખાંભા તાલુકામાં ગઈકાલે રાત્રીનાં સમયે અને આજે પણ ધીમી ધારે વરસાદ વરસી રહૃાો હતો. જેને લઈ રબારીકા અને સાળવા ગામે આવેલ માલણ નદી ઉપરનો ચેકડેમ ઓવરફલો થયો હતો. રાજુલા- જાફરાબાદમાં પણ છેલ્‍લા ર4 કલાક દરમિયાન પડેલા અનરાધાર વરસાદનાં કારણે ટીંબી ગામે આવેલ રૂપેણ નદીમાં પુર આવ્‍યું હતું. અને અનેક નદી-નાળા છલકાયા હતા. સતત અને સારા વરસાદનાં કારણે ધરતીપુત્રો ખુશખુશાલ થયા હતા.
આ ઉપરાંત અમરેલી જિલ્‍લામાંસાર્વત્રિક વરસાદનાં કારણે મુંજીયાસર ડેમ (બગસરા)માં 11.40 ફુટ પાણીની આવક થવા પામી છે. વડિયા ગામે આવેલ સુરવો ડેમમાં 1પ.7પ ફુટ પાણીની આવક થવા પામી છે. રાજુલાનાં ધાતરવડી-1માં 0.98 ફુટ આવક થવા પામી છે. ધાતરવડી-રમાં 3.ર8 ફુટ આવક થવા પામી છે. ખાંભાનાં રાયડી ડેમ દરવાજો 1 ફુટ ખોલવામાં આવ્‍યો છે.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે સવારે 7 વાગ્‍યાથી આજે સવારે 7 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 14 મી.મી. (161), બાબરા પ6 મી.મી. (179), બગસરા 38 મી.મી. (3ર3), ધારી 30 મી.મી. (160), જાફરાબાદ 3પ  મી.મી. (318), ખાંભા 1ર મી.મી. (ર3પ), લાઠી 1પ મી.મી. (11પ), લીલીયા 19 મી.મી. (રર7) રાજુલા 1પ મી.મી. (387), સા.કુંડલા 11 (ર89), વડીયા પ1 મી.મી. (370) મી.મી. નોંધાયો છે.
સૌથી ઓછો વરસાદ લાઠી અને સૌથી વધુ રાજુલામાં વરસાદ
અમરેલી જિલ્‍લામાં 4થી લઈને 1પ ઈંચ વરસાદ
અમરેલી જિલ્‍લામાં ચાલું મૌસમમાં 4 ઈંચથી લઈને 1પ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગુરૂવાર સવારથી શુક્રવાર સવાર સુધીમાં મેઘાએ જિલ્‍લાની પાણીની સમસ્‍યા દુર કરી દીધી છે.
અમરેલીમાં ગુરૂવાર સવારથી શુક્રવાર સવાર સુધીમાં 3 ઈંચ, બાબરામાં ર ઈંચ, બગસરામાં સાડા છ ઈંચ, ધારીમાં 3 ઈંચ, જાફરાબાદમાં પાંચ ઈંચ, ખાંભામાં 4ઈંચ, લાઠીમાં દોઢ ઈંચ, લીલીયામાં  અઢી ઈંચ, રાજુલામાં 6 ઈંચ, સાવરકુંડલામાં પ ઈંચ, વડીયામાં 7 ઈંચ વરસાદ પડયો છે. જો કે શુક્રવારે પણ અનેક વિસ્‍તારોમાં વરસાદ પડતાં જિલ્‍લામાં લગભગ પાણીની સમસ્‍યા દુર થવા પામી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ચમારડી, મોટા દેવળીયા, કરિયાણા સહિતનાં ગામોમાં દે ધનાધન
બાબરા પંથકમાં છેલ્‍લા એક મહિનાથી જગતના તાત સહિત સૌ કોઈ સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા. સારો વરસાદ વર્ષે તે માટે સમગ્ર પંથકમાંથી વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી હતી.
ત્‍યારે સમગ્ર પંથકમાં ગુરૂવાર રાતથી મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કરતાં સવાર સુધીમાં ચાર ઈંચ વરસાદ પડી જતાં સમગ્ર વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી.
બાબરા તાલુકાનાં ચમારડી, મોટા દેવળીયા, કરીયાણા, નિલવડા, નાની કુંડળ, જામબરવાળા, દરેડ, ગળકોટડી, ખંભાળા, ત્રંબોડા સહિતના તમામ ગ્રામ્‍ય વિસ્‍તારમાં સાર્વત્રીક વરસાદ પડયો હતો. જેના કારણે ખેડૂતોમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
બાબરા શહેરમાં 1ર કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા શહેરની બજારો તેમજ રોડ પર પાણી ફરી વળ્‍યા હતા તેમજ મુખ્‍ય બજારો અને શોપિંગ સેન્‍ટરમાં વેપારીઓને ભારેમુશ્‍કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. કારણ કે અહી ભુગર્ભ ગટરનાં ઢાંકણા જામ થઈ જતાં વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો અને દુકાનો, કેબીનો તેમજ શોપિંગ સેન્‍ટરમાં પાણી ઘુસ્‍યા હતા અને વેપારીઓ ઘ્‍વારા જાત મહેનત કરી પાણીનો નિકાલ કરવાની ફરજ પડી હતી. જો કે નગરજનોની ફરિયાદના કારણે નગરપાલિકા ઘ્‍વારા તાબડતોબ જેસીબીની મદદથી વરસાદી પાણીનો વૈકલ્‍પિક નિકાલ કરવામાં આવતાં વેપારીઓએ રાહત અનુભવી હતી.
બગસરામાં રાત્રીનાં સમયે અનરાધાર 9 ઈંચ જેટલા વરસાદથી જળબંબાકાર
મુંજીયાસર જળાશયમાં 17 ફુટ નવા નીરની આવક
બગસરામાં ગઈ કાલનાં 4 ઈંચ વરસાદ બાદ રાત્રીના વધુ 9 ઈંચ વરસાદ પડી જતાં ઠેર-ઠેર જળબંબોળની સ્‍થિતિ સર્જાઈ હતી. નદી નાળાના ઘોડાપુરના કારણે મુંજીયાસર ડેમમાં 17 ફુટ નવા નીર સાથે હજુ પણ જોરદાર આવક ચાલુ છે.
ગત રાત્રીનાં ભારે વરસાદથી શહેરનાં મોટા ભાગના માર્ગો પર જાણે નદીઓ વહેવા લાગી હતી. જયારે શહેરનાં ઉપરવાસનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે વરસાદથી સાતલડી નદી તેમજ વોકળાઓ ગાંડા તુર બની ગયા હતા. જેનાં લીધે ર4ભભ ફુટની સપાટી ધરાવતા મુંજીયાસર ડેમમાં એક જ રાતમાં 17 ફુટ નવા નીરની આવક થયેલ છે. રજુ પણ સતત પાણીની આવક ચાલુ છે.
સાતલડી નદીનાં ઘોડાપુરનાં લીધે સાપર – સુડાતેમજ લુંઘીયા સાથેનો સંપર્ક તુટી ગયો હતો. જયારે માવજીંજવા – ડેરી પીપરીયા માર્ગમાં ભારે વરસાદનાં કારણે બસ ફસાઈ જતા વાહન વ્‍યવહાર ઠપ્‍ત થઈ ગયો હતો.
ભારે વરસાદનાં કારણે શહેરભરની શાળા- કોલેજ બંધ રહી હતી.
વીકટર, દાતરડી, ચાંચબંદર, ડુંગરમાં દે ધનાધના
ભુમાફીયાઓનાં પાપે અનેક સ્‍થળોએ પાણી ભરાતા અફડાતફડી
રાજુલા પંથકનાં વીકટર, દાતરડી, ચાંચ બંદર, ડુંગર સહિતનાં વિસ્‍તારમાં સતત છઠ્ઠા દિવસે પણ મેઘરાજા મહેરબાન પ થી 7 જેટલો વરસાદ વરસ્‍યો જેને લઈને ઠેર ઠેર પાણી ભરાણા હતા.
ત્‍યારે રાજુલાનાં વીકટર ગામે આવેલ લેબર કવાટર વિસ્‍તાર બેટમાં ફેરવ્‍યો હતો. અહીં સતત બપોરથી ધીરી ધારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રે બાર વાગ્‍યા બાદ વીજળીનાં કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેમાં માત્ર 3 કલાકમાં જ પ ઈંચ જેટલો વરસાદ વરસતા અહીં નીચાણ વાળા વિસ્‍તારોમાં 3 વાગ્‍યા બાદ દરિયામાં ભરતી હોવાનાં લીધે અહીં વરસાદી પાણીનો નિકાલ ન થતાં અને આજુબાજુમાં વરસાદ સારો હોવાથી અહીં લોકોનાં ઘરમાં વરસાદનાં પાણી ભરાયા હતા જેને લઈને લોકો રાત્રિ નાં જ બાળકો સાથે પાણીની બચવા અગાશીઓ પર ચડી ગયા હતા અહીં લોકોનાં ઘરમાં પણ રાત્રિનાં સમયે કમર ડૂબ પાણી ઘૂસી ગયા હતા.
અહીં પાણીભરાવાનું મુખ્‍ય ારણ અહીં આવેલ જી.એચ.સી.એલ. કંપનીનું દબાણ તેમજ આડેધડ બનાવામાં આવેલ જિંગા ફાર્મને લઈને અહીં વરસાદી પાણીનો નિકાલ અશકય બન્‍યો છે. જેને લઈને અહીં વારંવાર પાણી ભરવાનો પ્રશ્‍ન સર્જાય છે ત્‍યારે આ અંગે ગ્રામજનો ર્ેારા સરપંચ મહેશભાઈ મકવાણાને જાણ કરતા તેઓ ર્ેારા જાતે સ્‍થળ તપાસને ઉંચ કક્ષાએ રજૂઆત કરીને યોગ્‍ય કરવા તંત્રને જાણ કરી હતી. પરંતુ તંત્ર અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં લોકો રોષે ભરાયા હતા. તો બીજી તરફ રાજુલાના ડુંગર પંથકમાં પડેલા ધોધમાર વરસાદનાં પગલે કુમભરીયા અને દેવકાની વચ્‍ચે આવેલ જોલાપરી નદીમાં ઘોડાપુર આવતા અહીં રાજુલા ડુંગરને જોડતો પૂલ ધરાશાયી થયો હતો. અહીં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોએ પણ પાક      બળી જવાની ભીતિ સતાવી રહી છે.
કુંકાવાવ પંથકમાં 7 ઈંચ વરસાદથી જળબંબાકાર
કુંકાવાવ વિસ્‍તારમાં છેલ્‍લા ત્રણ દિવસથી મેઘરાજાની અવીરત મેઘ સવારીથી અનેક વિસ્‍તારમાં પાણી ભરાયા છે. તો તમામ નદી નાળા નાના મોટા ચેક ડેમ છલકાયા છે. ત્‍યારે ગુરૂવારનાં રોજ દિવસભર ધીમીધારે વરસાદ બાદ રાત્રે ભારે વરસાદ વરસતા કુંકાવાવ શહેરમાં ચોવીસ કલાકમાં છ ઈંચથી વધારે વરસાદ વરસી જતાં શહેરનાં નીચાણ વાળા વિસ્‍તાર જેવા કે ઘનશ્‍યામનગર અને આંબેડકરનગર, મેઈનબજાર, નાજાપુર દરવાજા સહીતનાં વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. જયારે કુંકાવાવની સૌથી મોટો ચેક ડેમ સોનલ ડેમ છલકાઈ જતાં કુંકાવાવની પાણીની સમસ્‍યા દૂર થઈ હતી. સાથે સાથે રાત્રે વધુ વરસાદ વરસતા ઘનશ્‍યામનગર અને આંબેડકરનગરનાં રહેવાસીઓએ ઉચક જીવે રાત વીતાવી હતી અને સતત વરસાદ વરસતા ચિંતામાં ગરકાવ થયા હતા અને વરસાદ બંધ થાય તેવી પ્રાર્થના કરતા હતા. જયારે કુંકાવાવનાં આ વિસ્‍તારોનાં નીચાણ વાળો ભાગ હોય અને ડેમનું ઓવરફલો પાણી તેમજ ગામનું પાણી અને અમરાપુર સહીતની સીમ વિસ્‍તારનું પાણી આ નીચાણવાળા વિસ્‍તાર માટે વધુ જોખમી બની રહૃાું છે. જેનાં કારણે લોકોમાં વધુ ભય જોવા મળે છે. ત્‍યારે કુંકાવાવ ધીમી ધારે ચોવીસ કલાકમાં છ ઈંચની વધુ વરસાદ વરસતા હવે તમામ નાના મોટા ચેક ડેમ છલકાયા છે. ત્‍યારે વધુ વરસાદ વરસીને ખેતીનાં પાક સહીત લોકો માટે નુકશાનકારક સાબીત થાય તેવું લાગી રહૃાું છે. ત્‍યારે આજે બપોર બાદ વરસાદે વીરામ લેતાં લોકોએ રાહતનો શ્‍વાસ લીધો છે. ત્‍યારે કુંકાવાવ અને આસપાસનાં તમામ ગામડા જેવાકે અમરાપુર, બરવાળા, નાજાપુર વાઘણીયા નવા જુના ઉજળા સહીતનાં ગામડામાં ભારે વરસાદ ર થી છ ઈંચ જેટલો વરસ્‍યો છે. ત્‍યારે હવે વરસાદ વીરામ લે તેવી સૌકોઈ પ્રાર્થના કરી રહૃાા છે.
ટીંબીમાંધોધમાર વરસાદ પડતાં રૂપેણ નદી ગાંડીતૂર બની
ટીંબી ગામે વરસાદ સતત ત્રીજા દિવસ સુધી ધોધમાર પડી રહૃાો છે. ત્રણ દિવસનાં રૂપેણ નદીમાં બે વાર ઘોડાપુર આવી ગયું છેલ્‍લા ર4 કલાકમાં એકથી પાંચ ઈંચ સુધીવરસાદ પડી જતાં નીચાણ વાળા વિસ્‍તારમાં પાણી ભરાયા હતા. જેથી એ વિસ્‍તારનાં રહીશોને ઘની બહાર નીકળવામાં તકલીફ થઈ રહી છે. જેમાં સ્‍વામિનારાયણનગર, નવાપરા, હાઈવેની બાજુમાં. કારણ કે ટીંબીનું હાઈવે રોડ ઉંચો બનતા રોડની આજુબાજુનાં વિસ્‍તાનાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા છે. જયારે ટીંબી ગામમાં પણ રોડનું કામ શરૂ હોવાથી અને આ રોડ પણ ઉંચો બનવાથી ટીંબીનાં મેઈન રોડની આજુબાજુમાં પાણી ભરાયા છે. જયારે રોડ ઉચો થવાથી ભાલાળા શેરી બબે ફુટ પાણી ભરાયા છે. છતાં ટીંબીનું તંત્ર ર્ેારા કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. વરસાદ હજુ પણ ચાલુ હોય આ બાબતમાં તુરંતમાં યોગ્‍ય કરવામાં ન આવે તો એ વિસ્‍તારનાંરહીશો ખુબજ તકલીફ અને જાનમાલને નુકસાન થવાનો સંભવ છે.
વીકટર ગામે ગ્રામ પંચાયતનાં અધૂરા કામને કારણે નેસડા વિસ્‍તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા
રાજુલા તાલુકાના વીકટર ગામમાં સૌથી મોટી સમસ્‍યા ગટરની છે. આ અંગે અહીંયાના જાગૃત યુવાન અજય શિયાળ દ્વારા આ અંગે જિલ્‍લા કલેકટર, રાજુલા પ્રાંત અધિકારી,મામલતદાર, રાજુલા તાલુકા વિકાસ અધિકારી, અમરેલી જિલ્‍લા વિકાસ અધિકારી તથા વીકટર ગ્રામપંચાયતને આ અંગે અનેકવાર લેખિત રજૂઆતો આપી હતી કે ચોમાસામાં વીકટરના નેસડા વિસ્‍તારની શેરી નં.-1 પાણી નિકાલની યોગ્‍ય વ્‍યવસ્‍થા નથી તેના કારણે વરસાદી પાણી તથા ગટરના પાણીનો નિકાલ થતો નથી. અને અહીંયા જ ભરાઈ રહે છે. વારંવાર રજૂઆતોને પગલે વીકટર ગ્રામપંચાયત દ્વારા આજથી એક મહિના પહેલા પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આજદિન સુધી પૂર્ણ ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. ગટરના પાણી અને વરસાદી પાણી એક સાથે શેરીમાં ભરાતા લોકોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ ગોઠણ ડૂબ પાણી ભરાતા લોકો પોતાના નાના નાના બાળકોને ઘરોની બહાર જવા દેતા પણ ડરી રહયા છે. તેમજ ગટર બાબતે આ વિસ્‍તારની મહિલાઓ દ્વારા સરપંચને રજૂઆત કરવા તેમના ઘરે પહોંચ્‍યા હતા પરંતુ તેમને ફકત આશ્‍વાસન જ આપવામાં આવ્‍યું. આ વિસ્‍તારના સ્‍થાનિક રહીશ અજય શિયાળ દ્વારા જણાવાયું હતું કે વીકટર ગ્રામપંચાયતમાં 300 મીટર ગટર નાણા પંચમાંથી મંજૂર થઈ ગઈ છે તેમજ હમણા થોડા દિવસો પહેલા એટીવીટી આયોજનમાંથી પણ ગટર માટે ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે. પરંતુ ગ્રામપંચાયતના સતાધીશોનેવિકાસના કામો કરવામાં રસ નથી તેવું લાગી રહયું છે. વિકાસની ફકત વાતો કરી રહયા છે પરંતુ અમુક વિસ્‍તારો પ્રત્‍યે ભેદભાવ રાખી રહયા છે. ગ્રામસભામાં સતાધીશો દ્વારા એમ કહેવાય છે કે સરકાર દ્વારા ઓછી ગ્રાન્‍ટ મળે છે પરંતુ જે ગ્રાન્‍ટો મળે છે તેના સમયસર કામો તો પૂરા કરો.
અમરેલી જિલ્‍લામાં આવેલ વરસાદથી શેત્રુંજીમાં નવા નીરની આવક
અમરેલી જિલ્‍લામાં ભારે વરસાદને કારણે સાવરકુંડલાનાં ફિફાદ પાસે આવેલ શેત્રુંજી નદી બે કાંઠે વહેવા લાગી.
ખાંભા તેમજ ગીરનાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં ધોધમાર વરસાદ વરસતા રાયડી, કંટાળા સહિતનાં ડેમો ઓવરફલો
ખાંભા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ જોરદાર મેઘ સવારી યથાવત રહી હતી અને ખાંભા તેમજ ખાંભાના ગીરના ભાણીયા, રાયડી, કોદિયા, ડેડાણ, ત્રાકુડા, ભુંડણી, મોટા બારમણ સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગત રાત્રી દરમિયાન ચારથી છ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતા સ્‍થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્‍યા હતા અને રાયડી નદી ગાંડીતુર આવી હતી. જેના કારણે ખાંભાના મોટા બારમણ નજીક આવેલો રાયડી ડેમ વહેલી સવારે પ કલાકે ઓવરફલો થઈ જતા ડેમનો એક દરવાજો એક ફુટ ખોલી એક લાખ વીસ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્‍યું હતું અને નીચેના નાના બારમણ, ચોતરા સહિતના ગામોને હાઈએલર્ટ કર્યાહતા તેમજ ખાંભા તાલુકાના ધુંધવાણા, પચપચીયા, કંટાળા, સાળવા, રબારીકા, પીપળીયા સહિત ગામને પાણી પુરૂ પાડતો કંટાળા ડેમ પણ ઓવરફલો થયો હતો. જેના કારણે નીચેના વિસ્‍તારને એલર્ટ કરવામાં આવ્‍યા હતા. અને ખાંભાના મોભનેશ ડેમમાં નવા નીર આવ્‍યા હતા. જેના કારણે લોકો અને ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
સાવરકુંડલા પંથકમાં વધુ ર ઈંચ વરસાદથી સર્વત્ર પંથક ઝુમી ઉઠયો
ગઈ રાત્રીના ધીમી-ધારે સવાર સુધીમાં ર ઈંચ વરસાદ પડી ગયેલ કુલ 1રભભ મોસમનો વરસાદ પડેલ છે. આજ સવારથી સાવરકુંડલા તાલુકાનાં દરેક ગામડાઓમાં વરસાદનાં વાવડ છે. નદી-નાળામાં નવા નીરની આવક શરૂ થયેલ છે. ઉપરવાસ આવેલ સુકનહેરૂ ચેક-ડેમ ઓવર-ફલો થયેલ છે. અનારાધાર વરસાદથી સાવરકુંડલા અને તાલુકામાં ખેતીના પાકને રાહત મળેલ છે. ખેડૂતો વેપારીઓ – ખુશ જોવા મળે છે.
સાવરકુંડલા-અમરેલી માર્ગ બંધ થતાં વાહનચાલકો પરેશાન
અમરેલી પીપાવાવ પોર્ટ હાઈવે સાવરકુંડલા નજીક ઓળીયા અને લાપાળીયા વચ્‍ચે નવો બની રહેલો પુલનું કામ શરૂ હોવાથી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધારે હોવાથી ડાયવર્ઝનનો માર્ગ હટી જવા પામ્‍યો હતો. છેલ્‍લા ચાર દિવસથી અમરેલી સાવરકુંડલા હાઈવે બંધ હોવાથી વાહનોને વાયા ચલાલા થઈને ચલાવી રહયા છે.તો બીજી તરફ સાવરકુંડલા તરફ જતા વાહનોને રસ્‍તો બંધ હોવાની જાણ પોલીસ કે ટ્રાફિક વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કે માર્ગ બંધ અને ડાયવર્ઝનના બોર્ડ પર મુકવામાં આવેલ ન હોવાથી ભારે વાહનોના થપ્‍પા લાગી જવા પામ્‍યા છે.


(Next News) »