Main Menu

કોંગી અઘ્‍યક્ષ રાહુલ ગાંધી ગીરનાં નેસડામાં મુલાકાત લેશે

મંગળવારે ગીરકાંઠાનાં નેસડાની મુલાકાત લઈને દિવ તરફ રવાના થશે તેવું જાણવા મળેલ છે
કોંગી અઘ્‍યક્ષ રાહુલ ગાંધી ગીરનાં નેસડામાં મુલાકાત લેશે
ધારી ખાતે રાજયનાં તમામ કોંગી ધારાસભ્‍યો સાથે વન ટુ વન બેઠક કરે તેવી શકયતાઓ
અમરેલી, તા.
કોંગ્રેસ પક્ષના રાષ્‍ટ્રીય અઘ્‍યક્ષ આગામી સોમવારે ભાવનગર અને અમરેલી જિલ્‍લાના ર દિવસનાં પ્રવાસે આવી રહયા હોય જિલ્‍લાના કોંગી રાજકારણમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.
રાહુલ ગાંધી સોમવારે સવારે ભાવનગર એરપોર્ટ પર આવી પહોંચશે. બાદમાં તેઓ અલંગ, બગદાણા થઈને સાવરકુંડલા આવી પહોંચશે. જયાં તેઓ રાજયભરનાજિલ્‍લા-તાલુકા પાલિકાના સદસ્‍યો સાથે બેઠક કરશે.
બાદમાં તેઓ ધારી ખાતે એશિયાડ હોટેલ ખાતે રાજયભરના ધારાસભ્‍યો સાથે બેઠક કરી સફારી પાર્કની મુલાકાત લઈને રાતવાસો ધારી ખાતે કરે તેવું જાણવા   મળેલ છે.
મંગળવારે સવારે જંગલ માર્ગે દિવ જવા રવાના થશે. અને જંગલમાં નેસડાની મુલાકાત લઈને વિકાસના ફળ કેવા મળ્‍યા તે અંગે ચર્ચા-વિચારણા કરશે તેવું જાણવા    મળેલ છે.
રાહુલ ગાંધીની સાથે પ્રદેશ કોંગી પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી સહિતના આગેવાનો જોડાશે.