Main Menu

અમરેલી જિલ્‍લામાં મેઘમહેરથી ખુશીનો માહોલ

સાવરકુંડલા, ખાંભા, બગસરા, ધારી, ચલાલા સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદ
અમરેલી જિલ્‍લામાં મેઘમહેરથી ખુશીનો માહોલ
અમરેલી શહેરમાં અઢી ઈંચ જેટલો મૌસમનો સૌથી વધુ વરસાદ રાત સુધીમાં પડયો
બગસરામાં સવા બે ઈંચ, ધારીમાં બે ઈંચ, ખાંભામાં ર ઈંચ જેટલો વરસાદ
અમરેલી, તા. 13 (ફોટા ઈમેલમાં છે.)
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં ગઈકાલે અર્ધા ઈંચથી લઈ 6 ઈંચ થી પણ વધુ વરસાદ પડયો છે. જેને લઈ અનેક નદી-નાળાઓમાં પાણી વહેતા થયા છે. બગસરા અને વડીયા પંથકમાં અનરાધાર વરસાદ પડયો છે. જયારે ગઈકાલ સુધી અમરેલી શહેરમાં હાથતાળી આપતો વરસાદ પણ અમરેલી શહેરનો મહેમાન બન્‍યો છે અને આજે પણ ધીમી ધારે વરસાદ શરૂ રહેવા પામેલ છે.
અમરેલી શહેરમાં ગઈકાલ સવારથી જ મેઘો ઓળઘોળ બન્‍યો હતો. બપોરે એકદમ જોરદાર વરસાદ પડયા બાદ સાંજ સુધી વિરામ લીધો હતો અને સાંજે ફરી મંડાણ કરેલ હતું અનુ આખી રાતમાં ટપક ટપક વરસાદ પડયો હતો.
આ ઉપરાંત વડીયાનાં અહેવાલ મુજબ વડીયામાં અનરાધાર વરસાદનાં કારણે નદી-નાળા છલકાયા હતા અને વડીયા પંથકમાં 1 પુરૂષ તણાયો હોવાની ઘટના બન્‍યાનું પણ જાણવા મળી રહૃાું છે.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલે સવારે 7થી આજે સવારે 7 વાગ્‍યા સુધીમાં અમરેલીમાં 70 મી.મી. (147), બાબરા43 મી.મી. (1ર4), બગસરા 1પ9 મી.મી. (ર8પ), ધારી 8ર મી.મી. (130), જાફરાબાદ 117 મી.મી. (ર83), ખાંભા 97 મી.મી. (રર3), લાઠી 39 મી.મી. (100), લીલીયા પપ મી.મી. (ર08), રાજુલા 1પ4 મી.મી. (37ર), સાવરકુંડલા 1ર1 મી.મી. (ર7પ), વડીયા 179 મી.મી. (319) વરસાદ નોંધાયો છે.
રાજુલા, સાવરકુંડલા, ચલાલા પંથકમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર
બાબાપુર નજીક બેઠાપુલમાં બોલેરો તણાઈ જતાં 3 વ્‍યક્‍તિતઓ તણાઈ ગયાની આશંકા
અમરેલી જિલ્‍લામાં વ્‍યાપક વરસાદથી અફડા તફડી
અમરેલી, તા.
અમરેલી જિલ્‍લામાં ગઈકાલેસર્વત્ર વરસાદથી નદીઓમાં ઘોડાપુર આવતાં અફડા-તફડીનો માહોલ ઉભો થયો છે. બાબાપુર નજીક પુલ પરથી પસાર થઈ રહેલ બોલેરો જીપ તણાઈ જવાથી અંદાજિત 3 વ્‍યક્‍તિતઓ તણાઈ ગયા હોવાનું જાણવા મળેલ છે.
બરવાળા બાવળનો યુવક સાંજે તણાઈ ગયા બાદ રાત્રીનાં બાબાપુર નજીક પુલ પરથી પસાર થઈ રહેલ બોલેરો તણાઈ જતાં એન.ડી.આર.એફ. ની ટીમે બચાવવાનો પ્રયાશ કર્યો જે નિષ્‍ફળ  રહૃાો છે.
મોડી રાત્રીએ સાવરકુંડલા, રાજુલા, ચલાલા, પંથકમાં ભારે વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારનો માહોલ જોવા મળી રહૃાો છે.
અંતે બાબરાનાં કોટડાપીઠામાં મેઘરાજાની ધમાકેદાર એન્‍ટ્રી
બાબરા તાલુકાનાં કોટડાપીઠા ગામે આજે મેઘરાજાએ મહેર કરતાં ગઈકાલે સાંજે પ .1પ કલાકે શરૂ થયેલ વરસાદ સાંજના સાત કલાક સુધીમાં બે ઈંચ  મોસમનો પ્રથમ સારો વરસાદ પડેલ છે. છેલ્‍લા ઘણાં સમયથી મેઘરાજાએ મહેર કરતાં ખેડૂતોમાંહર્ષની લાગણી વ્‍યાપેલ છે. આ વરસાદ આજુબાજુનાં ગામડામાં પણ છે. મુરઝાતી મોલાતને જીવનદાન મળેલ છે. અને આ લખાય છે ત્‍યારે હજુ પણ ધીમી ધારે વરસાદ ચાલુ છે.
એક તરફ ખુશીનો માહોલ અને બીજી તરફ ભયનું વાતાવરણ
વડીયા પંથકમાં પાંચ ઈંચ વરસાદ : એક યુવક તણાયો
મૌસમનો સૌથી વધુ વરસાદ પડતાં નદીઓ અને તળાવોમાં પાણીની ભરપુર આવક
વડીયામાં ગઈકાલે સવારે 11 કલાકેથી મેઘાની મહેર શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. વરસાદ ન રહેતા બીજી તરફ ભયનો માહોલ સર્જાયો હતો. વડીયામાં દિવસ દરમ્‍યાન પ ઈંચ વરસાદ ખાબકી ગયેલ. નીચાણવાળા વિસ્‍તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા તથા વડીયાનાં સુરવો ડેમમાં પ ફૂટ નવા નીરની આવક થયેલ છે. વડીયા પંથકમાં સાવરે 11 વાગ્‍યાથી હજુ આ લખાઈ છે ત્‍યાં સુધી ધોધમાર વરસાદ પડી રહેલ છે. વડીયા પંથકના તોરી, રામપુર, અનિડા, ખાખરીયા, બરવાળા બાવળ, ખજૂરી, બાટવા દેવળી, ઢુંઢીયા પીપળીયા સહિતના ગામોમાં મેઘતાંડવ જેવી સ્‍થિતિ સર્જાઈ રહી છે. ત્‍યારે લોકોમાં એક તરફ ખુશી અને એક તરફ મુશ્‍કેલી જેવો ઘાટ સર્જાઈ રહૃાો છે. બીજી તરફ વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. વડીયાવાસીઓ રાત્રીના સમયે જાગતા રહી વરસાદને ખમૈયા કરોની પ્રાર્થના કરે છે. આ વરસાદ વચ્‍ચે વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે એક બાઈક સવાર તણાયો હતો. વડીયામામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍ય હતો અને મુળ બરવાળા બાવળનો વતની અને વડીયા સાબુ, પાવડરની દુકાન ધરાવતો જીતેન્‍દ્ર લિંબાભાઈ પાનસુરીયા જાતે પટેલ (ઉ.વ. 33) તે પોતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે જઈ રહૃાો હતો ત્‍યારે ગામના પાદરમાં કોઝવે પર પોતાનું ટિફીન નીચે પડતા ટિફીન લેવામાં કોઝવે પર પાણીમાં બાઈક સહિત ખુદ તણાયો હતો. ઘટના સ્‍થળે મામલતદાર તથા પોલીસ સહિતનો કાફલો પહોંચ્‍યો હતો અને યુવકની શોધખોળ શરૂ કરી છે.
હરખની હેલી : સાવરકુંડલા પંથકમાં અસહૃા બફારા બાદ 3 ઈંચ વરસાદ
સાવરકુંડલા અને તાલુકામાં અઢી થી 3 ઈંચ જેટલો ધીમી ધારે વરસાદ પડી ગયેલ.
સવારથી જ બફારો ખૂબ જ હતો. 11 વાગે શરૂ થયેલ વરસાદ સાંજના પ સુધીમાં  અઢીથી 3 ઈંચ જેટલો વરસાદ પડી ગયેલ.
આજનો વરસાદ દરેક ગામડામાં પડયાના વાવડ છે. બાઢડા, ગાધકડા, નેસડી, વંડા, પીઠવડી, ધજડી, કાનાતળાવ વગેરે ગામડામાં વરસાદ પડયાના વાવડ છે. આજના વરસાદથી નાવલી નદીમાં નવા નીર આવેલ. ખેડૂતોએ કરેલ વાવેતરમાં ખૂબ જ ફાયદો થશે હજુ વધારે વરસાદ પડે તેવી પૂરી શકયતા છે.
ભાણીયા, ગીદરડી, ધાવડીયા, લાસા, ભાડમાં લીલાલ્‍હેર
અચ્‍છે દિન : ખાંભા પંથકમાં 4 કલાકમાં ર ઈંચ વરસાદથી ઠેકઠેકાણે પાણી ભરાયા
ગીરકાંઠાનીનદીઓમાં પાણીનાં પૂરથી હરખની હેલી
અમરેલી, તા.
ગઈકાલે ખાંભામાં બપોર બાદ બે વાગ્‍યાથી સાંજના છ વાગ્‍યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જયારે ગીરને અડીને આવેલા ભાણીયા, ગીદરડી, ઘાવડીયા, લાસા, ભાડ, વાંકીયા સહિતના ગામોમાં ધોધમાર 3 ઈંચ કરતાં વધારે વરસાદ પડેલ છે. ગીદરડી અને ભાણીયા ગીરની નદીમાં પૂર આવ્‍યા હતા.