Main Menu

લાયન્‍સ કલબ ઓફ અમરેલી (રોયલ) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જીવ માત્રનું સ્‍વસ્‍થ સ્‍વાસ્‍થ્‍ય પ્રકૃતિ સાથે જોડાયેલું છે. પ્રકૃતિ એટલે આપણી આસપાસની કુદરતી હરિયાળી. પર્યાવરણ જેટલું તંદુરસ્‍ત રહેશે એટલું જન જીવન ખુશખુશાલ રહી શકશે. આ પર્યાવરણનો મુખ્‍ય આધાર વૃક્ષો છે. એક વખત હતો જયારે કહેવાતું કે ભારત દેશ એ પ્રકૃતિનો દેશ છે. પરંતુ આ પર્યાવરણનો દેશ પ્રદૂષણનો દેશ બનવા લાગ્‍યો છે. પ્રદૂષણને નાથવું હશે તો તેનો એકમાત્ર ઉપાય વૃક્ષો છે. વૃક્ષો વાવવાની સાથે તેને ઉછેરવાની પણ જવાબદારી આપણી છે. આ જ હેતુ સાથે લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલીના ચિતલ રોડ સ્‍થિત ગુરૂજીની વાડી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં પ્રમુખ વસંત મોવલીયા, લાયન સદસ્‍ય મુકેશ કોરાટ, રમેશ કાબરીયા, દિપક ધાનાણી, અરૂણ ડેર, અમિત સોજીત્રા, જીતુ સુવાગીયા, દિવ્‍યેશ વેકરીયા હાજર રહયા હતા. ઉલ્‍લેખનીય છે કે લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલ દ્વારા વૃક્ષોની જાળવણી માટે ટ્રી ગાર્ડ પ્રોજેકટ પણ કરવામાં આવ્‍યો છે. લાઠી રોડ પર આવેલ કલ્‍યાણનગર અને મધુવન પાર્કમાં ટ્રી ગાર્ડ વિતરણ સાથે ટ્રી ગાર્ડનું ફાઉન્‍ડેશન પણ કર્યું હતું.


(Next News) »