Main Menu

પત્‍નિ પિયરથી પરત ન આવતાં 6 બહેનનાં એકનો એક ભાઈએ કરી આત્‍મહત્‍યા

ધારી નજીક આવેલ ત્રંબકપુર ગામની ઘટના
પત્‍નિ પિયરથી પરત ન આવતાં 6 બહેનનાં એકનો એક ભાઈએ કરી આત્‍મહત્‍યા
અમરેલી, તા. 9
ધારીનાં ત્રંબકપુર ગામમાં રહેતાં મનોજ સવજીભાઈ ભેડા (ઉ.વ. રપ) નામનાં દલિત યુવાને ગઈકાલે સવારે દસેક વાગ્‍યે એસિડ પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું સાંજે મોત નિપજયું હતું.
કરૂણતા એ છે કે મનોજ છ બહેનનો એકનો એક વચેટ ભાઈ હતો. તે ટોરસ ગાડી હંકારી ગુજરાન ચલાવતો હતો. બનેવી મુકેશભાઈનાં કહેવા મુજબ મનોજનાં લગ્ન પરબ નજીકના  ં ખંભાળીયાની કૈલાસ સાથે થયા હતા. બે મહિના પહેલા  જ કૈલાસે દિકરીને જન્‍મ આપ્‍યો છે. તે સુવાવડ કરવા માવતરે ગયા બાદ હવે પરત આવતી ન હોઈ અને તેના પરિવારજનોએછૂટાછેડાની વાત કરતાં મનોજ ચિંતામાં ડુબી ગયો હતો.
કૈલાસને અને તેના પરિવારજનોને સમજાવવા પોતે (મુકેશભાઈ) સહિતનાં લોકો શનિવારે રાત્રે ખંભાળીયા ગયા હતાં. રવિવાર સવાર સુધી ચર્ચાઓ ચાલી હતી.પરંતુ કૈલાસે પરત સાસરે આવવાની ના પાડી દેતાં આ બાબતે મનોજને ફોનથી જાણ કરાઈ હતી. એ પછી તેણે એસિડ પી લીધું હતું. એકના એક દિકરાનાં મોતથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. હોસ્‍પિટલ ચોકીનાં સ્‍ટાફે ધારી પોલીસને જાણ કરી હતી.