Main Menu

વંડાની કોલેજનાં સંચાલનમાં ફેરફાર બાદ વિવાદ

સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ બગડી રહૃાું હોય રોષ
વંડાની કોલેજનાં સંચાલનમાં ફેરફાર બાદ વિવાદ
38 વિદ્યાર્થીઓનાં ડોકયુમેન્‍ટ પણ ગાયબ થઈ જતાં ભારે આશ્ચર્ય
વંડા, તા.7
17 વર્ષથી ચાલતી વંડાની જી.એમ. બિલખીયા કોલેજ ઓફ આર્ટસની યેનકેન પ્રકારે બંધ કરવા પ્રયાસ કરી રહયા છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસના 3પ ગામના લોકોનું ઉગ્ર જન આંદોલન થતા લાગ્‍યું કે હવે જાહેરાત આપ્‍યા વિના છુટકો નથી. આ સંજોગોમાં તા.3/7ના રોજ કોલેજના નોટીસ બોર્ડ ઉપર એફ.વાય. બી.એ.ના પ્રવેશની જાહેરાત કરી અને તા.4/7ના રોજ પત્રિકામાં જાહેરાત આવી. જેને સંસ્‍થા ભાડે આપીને રોકડી કરવા માગે છે એવા ગારીયાધારના સંચાલક જેઓ ભાજપ દ્વારા ચુંટાયેલા છે તે વિચાર્યું કે જાહેરખબરનો સ્‍ટન્‍ટ કરીએ જેથી વધુમાં વધુ માંડ 1પ થી ર0 વિદ્યાર્થીઓ આવશે પરંતુ સૌના આશ્ચર્ય વચ્‍ચે કોલેજમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની સંખ્‍યા 91 થતા હંગામી ધોરણે નીમેલા આચાર્ય અરજણભાઈ બોરીચા 11:30 કલાકે વિદ્યાર્થીઓના ભવિષ્‍યની પરવા કર્યા વગર જ પોબારા ગણી નાસી છુટયા. જેથી થયેલ અન્‍યાયથી ઉશ્‍કેરાયેલા વિદ્યાર્થીઓએ સાવરકુંડલા મામલતદારને બોલાવી પોતાની હાજરી નોંધાવેલ. જયારેહંગામી આચાર્ય અને વી.ડી. સોરઠીયા જવાબદાર પદે હોવા છતાં 38 વિદ્યાર્થીઓના ડોકયુમેન્‍ટ લઈને ભાગી જઈને સાવ ખોટી રજૂઆત કરી રહયા છે કે માત્ર 3ર જ વિદ્યાર્થીઓ છે જયારે વાસ્‍તવમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા તેમજ આચાર્યનો જવાનો સમય સહિત સઘળું કેમેરામાં કેદ છે.
વિશેષમાં આ સંસ્‍થા સંભાળી ત્‍યારથી જ તેઓનો બદઈરાદો કોલેજ બંધ કરી ધંધાકીય ઉપયોગ કરવાનો હતો જે સ્‍પષ્‍ટ સાબિત થાય છે. કારણ કે આ કોલેજ લગભગ 17 વર્ષથી ચાલતી હતી અને તેમાં આસપાસના 3પ ગામોના છાત્રો શિક્ષણનો લાભ મેળવતા હતા. જેમાંના અમુક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક ક્ષેત્રે ગોલ્‍ડ મેડલ મેળવી સંસ્‍થાનું નામ રોશન કરેલ છે. પરંતુ સંસ્‍થા સંભાળ્‍યાનાથોડા સમયમાં જ કોલેજ બંધ છે એવું જિલ્‍લા શિક્ષણાધિકારીને લખીને કોલેજના જ વર્ગખંડોમાં પ/પ/17ના રોજ રાજકીય દબાણ લાવીને ગેરકાયદેસર સ્‍કૂલ શરૂ કરેલ અને અચરજની વાત તો તે છે કે તેમાં પણ જિલ્‍લા શિક્ષણાધિકારીએ આપેલ મંજૂરી મુજબની કોઈપણ શરતનું પરીપાલન થયું નથી. આજે પણ કોલેજના બિલ્‍ડીંગના રૂમ નં.11, 1ર, 13, 14 પચાવી પાડીને ગેરકાયદેસર સ્‍કૂલ ચાલે છે. બીજી તરફ એક વર્ષ પહેલા જ કોલેજ બંધ છે એવી ખોટી વિગતો આપીને સ્‍કૂલની ગેરકાયદેસર મંજૂરી મેળવીને સરકારને તથા ઉચ્‍ચ અધિકારીઓને છેતરવાનું કૌભાંડઆચરેલ છે. ગ્રામ વિસ્‍તારમાં ઉચ્‍ચ શિક્ષણ સેવા વ્‍યાજબી ફીથી મળે એવી દાતાની ભાવનાને મારી નાખીને સ્‍વામી એનો ધંધાદારી વેપાર કરવા માગતા હોવાથી તા.11/પના રોજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સમક્ષ કોલેજ બંધ કરવાની અરજી કરી છે. જેમાં આવક અને પર્યાપ્‍ત વિદ્યાર્થી નથી એવું સાબિત કરવા એચ.એસ.સી.નું પરિણામ જાહેર થયાના 3પ દિવસ સુધી વિદ્યાર્થીઓને ધકકા ખવરાવ્‍યા બાદ પણ ખોટી જાહેરાતો આપીને આ વિસ્‍તારના વિદ્યાર્થીઓ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સતાધિશો અને વાલીઓને છેતરવાનો કે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે.છેલ્‍લા ત્રણ દિવસથી એફ.વાય. બી.એ.માં પ્રવેશ મેળવવા ઈચ્‍છતા વિદ્યાર્થીઓ આવીને આખો દિવસ રોકાય છે પણ જવાબદાર વ્‍યકિતઓ કોઈ હાજર નથી. આ અંગે રોજ રોજ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને જાણ કરવા છતાં સંચાલકો સામે કોઈ નિયમાનુસાર પગલા ભરાતા નથી. જેથી આસપાસના 3પ ગામોના લોકો પરેશાની ભોગવી રહયા છે. આ કોલેજ બિલ્‍ડીંગમાં શરૂ થયેલ સ્‍કૂલ અંગે ઉંડી તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી બાબતો બહાર આવશે.