Main Menu

જેસર તાલુકા વિકાસ અધિકારી ગોસાઈ વયમર્યાદાથી નિવૃત્ત થતાં કેન્‍દ્રીય મંત્રી દ્વારા સન્‍માન

જેસર તાલુકાના નિષ્ઠાવાન અધિકારીની છાપ ધરાવતા તાલુકા વિકાસ અધિકારી આર.એસ. ગોસાઈ વયમર્યાદાથી નિવૃત્તથતાં હોવાથી જેસર તાલુકામાં અલગ-અલગ ચાર વયમર્યાદા નિવૃત્તિનાં કાર્યક્રમો જેસર તાલુકા પંચાયત સ્‍ટાફ તથા સહકારી તંત્ર ઘ્‍વારા યોજાય હતા. જેમાં ગોલ્‍ડન સ્‍કૂલ જેસર ખાતે યોજાયેલ કાર્યક્રમ કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનાં હસ્‍તે તાલુકા વિકાસ અધિકારી ગોસાઈને શાલ ઓઢાડી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. તથા જેસર તાલુકા પંચાયત સ્‍ટાફ ઘ્‍વારા તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્‍ય કેશુભાઈ નાકરાણીનાં હસ્‍તે ગોસાઈને ફુલહાર કરી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. તથા જેસર તાલુકા તલાટી મંત્રી મંડળ ઘ્‍વારા કાળીયા ઠાકરની જગ્‍યા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર જિલ્‍લા વિકાસ અધિકારી બરનાવલનાં હસ્‍તે શ્રીફળ અને સાકર પડો આપી વિદાય આપી હતી. તથા ગંગાસતી આશ્રમ રાજપરા ખાતે જેસર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ ઘ્‍વારા વિવિધ અધિકારીઓ અને રાજકીય તથા સામાજિક અગ્રણી ઘ્‍વારા તાલુકા વિકાસ અધિકારી રમેશગીરી એસ. ગોસાઈનું સન્‍માન કરી વિદાય આપી હતી.