Main Menu

ચલાલા સાંઈ મંદિરે વિદ્યાર્થીઓને કિટબેગ-નોટબુક વિતરણ

ચલાલામાં સાંઈબાબા એજયુ. ટ્રસ્‍ટ દ્વારા સંચાલિત શ્રી સાંઈ ધૂન સેવા મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રી સાંઈ મંદિરના સાનિઘ્‍યમાં બે રાઉન્‍ડમાં 111 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને કિટબેગ, ચોપડા-નોટબુક વિનામૂલ્‍યે તા.ર9/6ના રોજ આમંત્રિત મહેમાનો હસ્‍તે આપવામાં આવેલ હતા. દરેક જ્ઞાતિના તેજસ્‍વી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્‍સાહન મળે એ હેતુથી જ આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે. દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓને કિટબેગ, ચોપડા આપવામાં મુખ્‍ય સહયોગ ચલાલા દેનાબેંક સ્‍ટાફ, મુર્તુઝાભાઈ ટી. હથિયારી, રોશની ઈલેકટ્રીકસ, દિનેશ સ્‍ટોર, શિવસાંઈ ડી.જે. સાઉન્‍ડ, પૂ. મંગળામાં તથા આમંત્રિત મહેમાનોએ સહયોગ આપેલ હતો. સાંઈ મંદિરના સેવાકાર્યને બિરદાવવા માટે અમરેલી જિલ્‍લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, ચલાલા નગરપાલિકા પ્રમુખ હિંમતભાઈ દોંગા, ચલાલા ખેડૂત અગ્રણી જયંતિભાઈ પાનસુરીયા, ભીમનાથ મહાદેવના મહંત મયુરગીરી બાપુ તથા દરજી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખબાલાભાઈ જેઠવા, જીતુભાઈ ચૌહાણ, વિક્રમભાઈ ભરાડ, લોક સાહિત્‍યકાર ભીખુભાઈ માળવીયા, ગોવિંદભાઈ નગવાડીયા, સાધુ સમાજના અગ્રણી દિનેશગીરી નિમાવત તેમજ દરેક જ્ઞાતિના મહાનુભાવો ઉપસ્‍થિત રહીને ચલાલા સાંઈ ધૂન સેવા મંડળની સતત સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી હતી. આ સેવા કાર્યને સફળ બનાવવા ટ્રસ્‍ટના લલીતભાઈ મહેતા, પૂજારી રાજુભાઈ જાની, તુષાર ચૌહાણ, ધર્મેન્‍દ્ર જાની, પિયુશ વિભાણી, મિતેશ ભટ્ટ, સદામ હથિયારી, જીતેન્‍દ્ર જાની, જીતુભાઈ મહેતા, જગાભાઈ રબારી, જયદીપ મહેતા વિગેરે તમામ ભકતોએ સહયોગ આપેલ હતો. તેમ ચલાલાના પત્રકાર પ્રકાશભાઈ કારીયાની યાદીમાં જણાવાયું છે.


« (Previous News)