Main Menu

સાવરકુંડલા પંથકમાં આર્થિક રીતે પાયમાલ થયેલ ખેડૂત નાની બાળકી પાસે ખેતી કાર્ય કરાવે છે

અરેરાટી : સાવરકુંડલા પંથકમાં આર્થિક રીતે પાયમાલ થયેલ ખેડૂત નાની બાળકી પાસે ખેતી કાર્ય કરાવે છે
જગતાત ગણાતા ખેડૂતોની મદદ કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ
સાવરકુંડલા, તા. ર
ગુજરાત સરકાર ખેડૂતોના હીત માટે અવનવી વાતો કરે છે. પરંતુ ગુજરાત સરકાર ર્ેારા ખેડૂતો માટે કશું જ ન કરતી હોવાનું તસ્‍વીરમા પ્રતિત થઈ રહૃાું છે.
જગતનો તાત ગણાતા અને ખેતીપ્રધાન દેશ તરીકે આપણો ભારત દેશ પ્રચલીત હોવાનું લોકો કહી રહૃાા છે. પરંતુ નગ્ન સત્‍યવાત એવા પ્રકારની છે કે ગુજરાતના અમરેલી જીલ્‍લાનાં સાવરકુંડલાનાં ખેડૂતો એટલી મુશ્‍કેલીમાં દિવસો વીતાવી રહૃાા છે, તે તો ખેડૂતો જ જાણે છે. ખેડૂતોને પોતાની જમીનમાં ખેડવા માટેનાં ટ્રેકટર કે બળદ જેવા સાધનો હોવા જોઈએ પરંતુ તે નથી તો તેની જગ્‍યાએ ખેડૂતો પોતાના ખેતરમાં ખેતકામ કરવા માટે ટ્રેકટર અને બળદની જગ્‍યાએ સાતથી દસ વર્ષની છોકરીનો ખેતકામ કરવામાં ઉપયોગ કરી રહૃાા છે, તે કેટલા અંશે વ્‍યાજબી ગણાય. એક બાજુ સરકાર ખેડૂતો અને ખેતીને સમૃઘ્‍ધ બનાવવાની ગુલબાંગો ફેંકી રહી છે, ને બીજી બાજુ બેટી પઢાવો  બેટી બચાવોનાં બુંગ્‍યાથી ગુજરાત ગુંજી ઉઠયું છે, તેનો અમલ ખરો ? ગરીબ ખેડૂત પાસે ખેતી કરવાના પુરતાં ઓજારો નથી એટલે તે ઓજારની જગ્‍યાએ નાની નાનીબાળકીઓનો ઉપયોગ કરી બળદ જેવું કામ કરાવે છે. એ તો ઠીક પરંતુ આ ગરીબ ખેડૂત પોતાની છોકરીઓને અભ્‍યાસ પણ નથી અપાવી શકતા. તેનીપાછળ જવાબદાર કોણ ? ખેડૂત કે ખેડૂત હીતની વાતો કરનારી સરકાર ? ખરા અર્થમાં સરકારે ખેડૂતોને અને ખેતરોને સમૃઘ્‍ધ બનાવવા હોય તો સરકાર ર્ેારા ખેતી કામ કરતા ખેડૂતોને પુરતા પ્રમાણમાં સહાય કરવાની તાતી જરૂરીયાત છે. તેમજ બેટી બચાવો ને બેટી પઢાવોનાં સપનાને સાકાર કરવા ખૂણે ખૂણે માં ગોતી ગોતીને બેટી પઢે તેવું અભિયાન હાથ ધરવું જોઈએ. ખેડૂતો પોતાનો રોટલો રળી ખાવા ખેતીઓનાં પુરા ઓજાર નથી છતાં પણ તે ઓજારની જગ્‍યાએ નાની નાની બાળકીની પાસે કાળી મહેનત મજુરી કરાવે છે, છતાં પણ ખેડૂતોને પુરતા પ્રમાણમાં પોષણક્ષમ ભાવો ન મળે અને પાક વીમાની રકમ પણ સમયસર ન મળે તો ખેડૂતોની હાલત કેવી થતી હશે તો સરકારએ ખરા અર્થમાં બેટી પઢાવોનાં સપનાને સાકાર કરવા ગરીબ ખેડૂતોને ખેતીકામ કરવા માટેનાં ઓજારની તાત્‍કાલીક સહાય કરવી જોઈએ. જેથી કરી નાની નાની બાળકીઓ કાળી મહેનત મજુરી ન કરે અને અભ્‍યાસમાં લાગી જાય તો જ સાચી રીતે કહેવાય કે મેરા ભારત મહાન.