Main Menu

અમરેલીમાં ખેડૂત અને કોળી સમાજે રોષ વ્‍યકત કર્યો

કલેકટર મારફત રાજયપાલ અને વનમંત્રીને આવેદનપત્ર પાઠવ્‍યું
અમરેલીમાં ખેડૂત અને કોળી સમાજે રોષ વ્‍યકત કર્યો
ખેડૂત અને કોળી સમાજની જનસંખ્‍યા સૌથી વધારે હોવાથી ન્‍યાય આપવો જરૂરી
અમરેલી, તા.
અમરેલીમાં ગઈકાલે બહુમાળી ભવન ખાતે એકઠા થયેલા આગેવાનો પૈકી એક ખેડૂતે જમીન ઉપર આળોટતા આળોટતા આવી અને સુત્રોચ્‍ચાર કરી કલેકટર મારફત રાજયપાલ, વનમંત્રીને આવેદનપત્ર પાઠવીને વિવિધ પ્રશ્‍નો અંગે ન્‍યાય આપવા માંગ કરી છે.
આ આવેદનપત્રમાં ખેડૂત સમાજે જણાવેલ છે કે, ભાવનગર અને અમરેલી જીલ્‍લાનાં તળાજા, પાલીતાણા, જેસર, રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, બગસરા, ખાંભા, ધારી, લાઠી, લીલીયા વગેરે તાલુકાનાં ખેડૂતો, પશુપાલકો, ખેતમજુરો વિગેરેને વિશ્‍વાસમાં લીધા વગર થોડા દિવસ પહેલા સરકાર અને જંગલ ખાતાએ સાથે મળીને આશરે બન્‍ને જીલ્‍લાની 1પ00 થી ર000 ચોરસ કિલો મીટર જમીન જંગલી પ્રાણીઓના વસવાટનું બાનુ બતાવીને બન્‍ને જીલ્‍લાનાં ખેડૂતો, ખેતમજુરો અને પશુપાલકોને હેરાન પરેશાન કરીને ખેતી, ખેડૂત, પશુપાલક, પશુધન, ખેતમજુરો વિગેરેને ખતમ કરવાના પેંતરા રચાઈ રહૃાા છે. આ બન્‍ને જીલ્‍લાની જમીન જંગલખાતાને કોઈપણ કાર્ય માટે એક પણ ઈંચ જમીન આપવા ખેડૂતો તૈયાર નથી. તેથી યુઘ્‍ધનાં ધોરણેકાયમી બંધ રાખવામાં નહી આવે તો ભાવનગર અને અમરેલી જીલ્‍લા ખેડૂત સમાજ બન્‍ને જીલ્‍લાના ખેડૂતોને સાથે રાખીને સરકાર અને જંગલભાતું હચમચી જાય તેવું આંદોલન કરશે. તેથી કોઈપણ જાતનો અઘટીત બનાવ બનશે તો તેની તમામ જવાબદારી સરકાર અને જંગલખાતાને રહેશે.
કોળી સમાજે પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, પીપવાવ જમીન મુકિત ઉપવાસ આંદોલનના ગામજનોને વહેલામાં વહેલી તકે માત્ર ચાર દિવસમાં ન્‍યાય કરવામાં આવે તેમની માંગણીઓ સંતોષી પારણા કરાવવામાં આવે.
દરીયાકાંઠે વસતા ખેડૂતોની જમીનો ઉદ્યોગના નામે સંપાદિત કરી પાયમાલ કરી દેવામાં આવે છે તેવા ખેડૂતોને તેની જમીનમાં સ્‍થપાતા ઉદોગમાં શેર હોલ્‍ડર તરીકે ભાગીદાર બનાવવામાં આવે.
ગુજરાતભરમાં વસતા જમીન વિહોણા કોળી સમાજનાં ખેતમજુર પરિવારોને જીવન નિર્વાહ માટે પડતર જમીનોમાંથી ખેતી કરવા માટે, મીઠા ઉત્‍પાદન માટે, શાકભાજી પકવવા માટે જમીનોના પટ્ટા ફાળવવામાં આવે.
કોળી સમાજનાં લોકો સાથે થયેલ અત્‍યાચારો, ગુનાઓ આચરવામાં આવ્‍યા છે તેની વહેલી તકે ઉચ્‍ચ અધિકારીઓ ઘ્‍વારા યોગ્‍ય તપાસ કરી ન્‍યાય કરવામાં આવે. આવી ઘટનાઓ ફરી ના બને તે માટે પગલા લેવામાં આવે.
દારૂબંધીનો સખત અને પારદર્શક અમલ કરવામાં આવે તે માટે જવાબદારો પર કાર્યવાહીકરવામાં આવે.
કાંઠા વિસ્‍તારમાં લોકોને રોજગારી માટે દુર-દુર પેટીયું રળવા જવું પડે તેને ઘર આંગણે રોજગારીની વ્‍યવસ્‍થા કરવામાં આવે.
ગ્રામ્‍ય વિસ્‍તારમાં પાયાના પ્રાથમિક શિક્ષણને સુદ્રઢ કરી બાળકોને શ્રૈષ્ઠ અને ઉચ્‍ચ શિક્ષણ અપાવવા આયોજન કરવામાં આવે.
ગુજરાતનો સમસ્‍ત કોળી સમાજ એક છે તળપદા કોળી, ઘેડીયા કોળી કે દક્ષિણના કોળી પટેલ કે મઘ્‍ય ગુજરાતના પાટણવાડીયા વગેરે કોળી સમાજ પણ રોજી રોટી માટે દુર દુર પેટીયું રળવા વિસ્‍થાપીત જીવન જીવતા હોય રાજય સરકાર તમામ કોળી સમાજને વિચરતી વિમુકત જાતીમાં સમાવી તેને શિક્ષણ માટે વિશેષ લાભ આપવામાં આવે.
રાજકીય પક્ષો ઘ્‍વારા થઈ રહેલ રાજકીય-સામાજીક ઉપેક્ષા સામે યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવે. જનપ્રતિનિધીઓના પ્રશ્‍નો સાંભળવામાં આવે.
પોલીસતંત્ર, અધિકારીઓ ઘ્‍વારા કારણ વગરનાં ગુનાઓ નોંધી ધાક-ધમકી આપી ખોટી રીતે થતી હેરાનગતી પરેશાની બંધ કરવામાં આવે.
જયારે જયારે કોઈ ઘટના બને કે આંદોલનો દરમ્‍યાન એવા પ્રશ્‍નોને લઈ વખતો વખત સરકારને આવેદનપત્ર પાઠવી યોગ્‍ય કાર્યવાહી અને ન્‍યાય માટે રજુઆતો કરવામાં આવે છે પરંતુ આજ સુધી થયેલ રજુઆતોનો સંતોષકારક .કેલ મળેલ નથી. ત્‍યારે ઉપરોકત માંગણીઓનું વહેલામાં વહેલી તકે નિવારણ થાય અને યોગ્‍ય કાર્યવાહીકરવામાં આવે તેવી માંગણી સાથે આપને આવેદનપત્ર પાઠવીએ છીએ. ન્‍યાય કરવાની શરૂઆત પીપાવાવ જમીન મુકિત આંદોલનનો સુખદ અંત લાવી કરી આપશો એવી વિનંતી સાથે તાકીદ કરીએ છીએ કે, જો અમારી માંગણીઓ સંતોષવામાં વિલંબ થશે, આપેલ આવેદનની નોંધ લઈ યોગ્‍ય કાર્યવાહી થશે નહી તો અમો ગુજરાતભરમાં જાગૃત્ત કોળી સમાજનાં યુવાનો હવે હદ થઈ છે એ સુત્ર સાથે જન આંદોલનને બળ આપી ગુજરાત સરકાર સામે તમામ બાબતોમાં અસહકારની ચળવળ ચલાવીશું. અમારા અસરકાર આંદોલનને રાજયના ખૂણે-ખૂણે લઈ જઈશું અને સમગ્ર ગુજરાતનાં કોળી સમાજને ન્‍યાય અપાવીને જ ઝંપીશું અને આ બાબતે જે કાંઈ પણ થાય તેની તમામ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે.