Main Menu

મા અમૃતમ્‌ યોજનાનાં કાર્ડ આપવામાં ઠાગાઠૈયા

આઉટસોર્સનાં કર્મચારીઓની દાદાગીરી અંગ્રેજોને પણ શરમાવે છે
મા અમૃતમ્‌ યોજનાનાં કાર્ડ આપવામાં ઠાગાઠૈયા
ખાંભામાં 1પ-1પ દિવસથી કામગીરી બંધ થઈ છતાં પણ ઉચ્‍ચ અધિકારીઓને ચિંતા નથી
ખાંભા, તા. 30
ખાંભા તાલુકામાં માં અમૃતમ યોજનાની ઓફીસ છેલ્‍લા 1પ દિવસથી બંધ હોવાથી ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી આવતા ગરીબ લોકો અને દર્દીઓને પોતાના કામ-ધંધા મુકીને ધરમનાં ધકકા ખાવા પડે છે. ત્‍યારે સરકાર ઘ્‍વારા મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને ગરીબ દર્દીને સરકાર ઘ્‍વારા 3 લાખની સહાય આપવામાં આવી છે પણ ખાંભા તાલુકામાં 1પ દિવસથી માં અમૃતમ યોજનાની ઓફીસ બંધ હોવાથી ઈમરજન્‍સી દર્દીઓને આ યોજનાથી વંચિત રહી જાય છે. ત્‍યારે માં અમૃતમ યોજનાની ઓફીસના ઓપરેટર ઘ્‍વારા બહાર બોર્ડમારવામાં આવ્‍યું છે કે, માં અમૃતમ યોજનાનું લેપટોપ બગડયું હોવાથી બે દિવસ ઓફીસ બંધ રહેશે. ત્‍યારે આ બોર્ડ માર્યાનાં 1પ દિવસ વીતવા છતાં માં અમૃતમ યોજનાની ઓફિસ ખોલવામાં નથી આવી. ત્‍યારે ગરીબ દર્દઓ પોતાનો સમય અને ધંધો મૂકી આવી ખાંભા ધરમનાં  ધકકા ખાવા પડે છે અને કેન્‍સર જેવા ગંભીર રોગના દર્દીઓ પરેશાન થાય છે અને સરકાર ઘ્‍વારા 3 લાખ સુધીની સહાય જાહેરાત કરવામાં આવી છે અને ગરીબ દર્દીને આ સહાય મળતી નથી. ત્‍યરે વહેલી તકે માં અમૃતમ યોજનાની ઓફીસ શરૂ થાય તેવી લોક માંગણી ઉઠવા પામી છે.
ખાંભા તાલુકાની માં અમૃતમ યોજનાની ઓફીસ છેલ્‍લા 1પ દિવસથી બંધ હોય ત્‍યારે ભાડ ગામના માજી સરપંચમાં માં અમૃતમ કાર્ડ કઢાવવા અર્થે ખાંભા ઓફીસ આવેલ ત્‍યારે આ ઓફીસ બંધ હોવાથી માજી સરપંચ રસીકભાઈ ભંડેરી ઘ્‍વારા અમરેલી હેલ્‍થ ઓફીસરનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્‍યું હતું કે, ઓફીસનું લેપટોપ બગડયું હોવાથી હજુ એક માસ માં અમૃતમ યોજનાની ઓફીસ બંધ રહેશે.
ખાંભામાં છેલ્‍લા 1પ દિવસથી માં અમૃતમ યોજનાની ઓફીસ બંધ છે ત્‍યારે ખાંભામાં માં અમૃતમની ઓફીસના ઓપરેટર ઘ્‍વારા ઓફીસની બહાર બોર્ડ લગાડવામાં આવ્‍યું છે. જેમાં લખ્‍યું છે કે માં અમૃતમ યોજનાની સિસ્‍ટમ બંધ છે તેથી આ મુખ્‍ય અમૃતમ યોજનાનીઓફીસ બે દિવસ બંધ રહેશે. આ બોર્ડ માર્યાનાં 1પ દિવસ થઈ ચુકયા હોવા છતાં આ ઓફીસ ખોલવામાં આવી નથી.