Main Menu

લોકસભા ચૂંટણીમાં ભાજપ સવજીભાઈ ધોળકીયાને મેદાનમાં ઉતારશે ?

દુધાળામાં હરિકૃષ્‍ણ સરોવર બનાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યુ હોય
લોકસભા ચૂંટણીમાં ભાજપ સવજીભાઈ ધોળકીયાને મેદાનમાં ઉતારશે ?
જો કે હજુ સવજીભાઈ ધોળકીયાએ ચૂંટણી અંગે કશું જકહૃાું નથી
અમરેલી, તા. ર9
સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને 10 મહિના પહેલાં જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ-કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષોએ બેઠક દીઠ સંભવિત ઉમેદવારની શોધખોળ શરૂ કરી છે.
દરમિયાનમાં અમરેલી બેઠકનાં વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાને ઉમેદવાર બનાવવા માટે ભાજપ ગંભીર નથી. કારણ કે વિધાનસભાની તમામ પાંચ બેઠકો ભાજપે ગુમાવી દેતાં ભાજપ હાઈકમાન્‍ડ પાટીદારોની ગઢ સમાન ગણાતી અમરેલી બેઠક પર પાટીદાર સમાજનાં સર્વમાન્‍ય આગેવાન અને પર્યાવરણપ્રેમી અને લાઠીનાં દુધાળામાં ઐતિહાસિક હરિકૃષ્‍ણ સરોવર બનાવનાર સવજીભાઈ ધોળકીયાને છેલ્‍લી ઘડીએ ઉમેદવાર બનાવે તેવી ચર્ચાએ જોર પકડેલ છે.
સવજીભાઈ ધોળકીયાની કામગીરીથી પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી પણ માહિતગાર છે. અને તેઓનો વ્‍યકિતગત પરિચય પણ હોવાથી ઉમેદવાર બની શકે તેમ છે.
જો કે સવજીભાઈ ધોળકીયા આમ તો રાજકારણમાં સક્રીય નથી અને તેઓ પણ ચૂંટણી લડવા ઈચ્‍છુક નથી. પણ પ્રધાનમંત્રી આગ્રહ કરે તો તેઓ ચોકકસ ચૂંટણીજંગમાં ઉતરશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી.