Main Menu

લીલીયાનાં વિપ્ર યુવકનું અપહરણ અને હત્‍યા કરીને પેરોલ પર નીકળીને નાશતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલી, તા. ર9
ગઈ તા. 1/10/ર013નાં રોજ મોટા લીલીયા ગામના કિકાણી પ્‍લોટમાં રહેતા શિક્ષક ગીરીશકુમાર મણિશંકર ત્રિવેદીનો પુત્ર રૂષિકેશ (ઉ.વ. 17)ને કોઈ અજાણ્‍યા શખ્‍સો લીલીયા ટાઉનમાંથી અપહરણ કરી લઈ ગયેલ અને તેને છોડાવા રૂષિકેશનાપિતા પાસે રૂા. 3પ લાખની માંગણી કરેલ હતી. સદરહું બનાવની ગંભીરતાને ઘ્‍યાને લઈ તત્‍કાલીન એલસીબી ટીમ ઘ્‍વારા રૂષિકેશનાં મિત્રો અને શકદારો એવા રવિ ઉર્ફે રવિન્‍દ્ર ઘનશ્‍યામભાઈ ભટ્ટ રે. લીલીયા, હાલ રે. સુરત તથા તેના મિત્ર વિજય શામજીભાઈ ધામત રહે. સુરતવાળાઓને ટેકલ કરતાં જાણવા મળેલ કે રવિન્‍દ્રને નાણા ભીડ રહેતી હોય જેથી તેણે પોતાના ઓળખીતાને જ કિડનેપ કરી નાણા પડાવવાનો પ્‍લાન કર્યો હતો. બનાવના દિવસે રવિન્‍દ્ર અને વિજયને તેમની એપોલો કારમાં લીલીયા મુકામે ગૌશાળા નજીકથી રૂષિકેશનું અપહરણ કરેલ અને રૂષિનાં મમ્‍મીનો રૂષિના ફોનમાં ફોન આવતા રવિન્‍દ્રએ ફોન રિસીવ કરેલ અને રૂષિને મુકત કરવાના બદલામાં રૂા. 3પ લાખની માંગણી કરેલ. રૂષિએ તેના મમ્‍મીને તેનું ડીકનેપીંગ થયાની વાત કરેલી. રોહીશાળા ગામ પાસેથી ગઢડા તરફના રસ્‍તે ગાડી જવા દઈ અને બે ગામ ગયા પછી એક દરગાહ આવે છે તેની પાસે એક તળાવ આવેલ હોય તે તળાવ પાસે ગાડી ઉભી રાખી રૂષિને ડેકીમાંથી બહાર કાઢી બાવળની ઝાડીમાં લઈ જઈ રૂષિને વિજયે પકડી રાખેલ અને રવિન્‍દ્રએ પોતાની પાસેની છરીના ચાર પાંચ ઘા છાતીમાં તથા વાસાના ભાગે મારી રૂષિકેશની હત્‍યા કરેલ હોવાનું જાણવા મળતાં આ અંગે લીલીયા પોલીસ સ્‍ટેશનમાં ફ.ગુ.ર.નં. 14/ર013, ઈપીકો કલમ 364(ક),30ર, 1ર0(બી) મુજબનો ગુન્‍હો રજી. થયેલ હતો. જે ગુન્‍હાના કામે આરોપીઓ (1) રવિ ઘનશ્‍યામભાઈ ભટ્ટ (ર) વિજય શામજીભાઈ ધામત (3) જગદીશ શામજીભાઈ ધામત અને (4) કિશન ઉર્ફે કાનો સુરેશભાઈ દવે એમ કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ ચારેય આરોપીઓ વિરૂઘ્‍ધ ચાર્જશીટ કરવામાં આવેલ હતું. અને આ ચારેય આરોપીઓ કાચા કામના કેદી તરીકે અમરેલી જીલ્‍લા જેલમાં હતા. આ કામે અમરેલી સેશન્‍સ કોર્ટ ખાતે કેસ ચાલું હોય તે દરમ્‍યાન આરોપીઓ વિરૂઘ્‍ધ સજજડ પુરાવાઓ હોય અને આરોપીઓને સજા પડે તેમ હોય જેથી ઉપરોકત પૈકીના આરોપી વિજય શામજીભાઈ ધામતને ગુજરાત હાઈકોર્ટમાંથી દિન-1પની પેરોલ રજા મળતાં તે પેરોલ રજા ઉપર મુકત થયા બાદ તા. 1ર/ર/16નાં રોજ જેલમાં હાજર થવાનું હતું પરંતુ જેલમાં હાજર થયેલ નહી અને છેલ્‍લા બે-અઢી વર્ષથી નાશતો ફરતો હતો.
આ પેરોલ રજા પરથી નાશતા ફરતા આરોપી વિજય શામજીભાઈ ધામત (ઉ.વ. ર1) રહે. મુળ મોટા લીલીયા, હાલ સુરત, મોટા વરાછા, સીટી પેલેસ એપાર્ટમેન્‍ટ, ડી-ર01 વાળાને સુરત કામરેજ ચાર રસ્‍તા મુકામેથી ચોકકસ બાતમી આધારે ઝડપી લઈ બે-અઢી વર્ષથી પેરોલ જમ્‍પ આરોપીને પકડી પાડવામાં અમરેલી એલસીબીએ સફળતા મેળવેલ છે.