Main Menu

રાજુલા : સરકારી જમીન પરનાં દબાણ દુર કરવાની ઔપચારિકતા

મહેસુલી વિભાગે માત્ર 8 દબાણકર્તાઓનું દબાણ દુર કરાવ્‍યું
સરકારી જમીન પરનાં દબાણ દુર કરવાની ઔપચારિકતા
મહાકાય કંપની કે મોટામાથાઓની લાજ કાઢવામાં આવી હોવાની ચર્ચાઓ શરૂ
રાજુલા, તા. ર9
રાજુલા તાલુકામાં છેલ્‍લા ઘણા સમયથી હજારો એકર જમીનમાં ગેરકાયદેસર રીતે જીંગા ફાર્મ બિલાડીનાં ટોપની જેમ ફૂટી નીકળ્‍યા છે. જે ભેરાઈ, પીપાવાવ, વીકટર, કથીવદર, સમઢીયાળા-1, ખેરા,પટવા અને છેક ચાંચબંદર સુધીમાં ઠેક-ઠેકાણે સરકારી પડતર અને ગૌચર જમીનમાં રાજકીય મોટા માથાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી છડેચોક જીંગાઓનું લાખો ટન ઉત્‍પાદન કરવામાં આવી રહેલ છે. આવા જીંગા ફાર્મોમાં સરકારી અધિકારીઓ અને રાજકીય મોટા માથાઓ લાખો રૂપિયાની કમાણી કરી રહૃાાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહેલ છે. આવા ગેરકાયદેસર રીતે ચાલતા જીંગા ફાર્મો સામે રાજુલા તાલુકાના પીપાવાવ ધામ ગામનાં સરપંચ સહિતનાં લોકો ર્ેારા જીંગા ફાર્મ હટાવવા માટે આજે છેલ્‍લા 6પ દિવસથી આંદોલન ચલાવી રહૃાા છે. ત્‍યારે સરકાર ઉપર અને રાજુલાનાં સરકારી તંત્ર ઉપર લોકો માછલા ધોઈ રહૃાા હોય તેથી સરકારી તંત્ર ર્ેારા પોતાના બચાવ માટે હજારો લોકોએ કરેલ દબાણસામે ફકત 8 (આઠ) લોકો સામે જ કાર્યવાહી શા માટે ? જેની સામે મોટા માથાઓ અને જીએચસીએલકંપની સામે કાર્યવાહી શા માટે નહીં ? તેવા વેધક સવાલો લોકોમાંથી ચર્ચાઈ રહૃાા છે. આ આઠ ઈસમોમાં (1) શ્રીજી સોલ્‍ટ (ર) કાળાભાઈ મુળુભાઈ વાઘ (3) હાંસીબેન સામતભાઈ બાંભણીયા (4) દેવાયતભાઈ લાખાભાઈ મકવાણા (પ) કનુ બચુભાઈ મકવાણા (6) મુળજી અમરા ચૌહાણ (7) ચકુર લાલજી ગુજરીયા (8) રામભાઈ લાખણોત્રા સામે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોમાં તરેહ તરેહનાં સવાલો ઉભા થયેલ છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજુલાનાં નાયબ કલેકટર ડાભી તથા ઈન્‍ચા. મામલતદાર બોરીસાગર તેમજ પી.આઈ. જાડેજા તથા પોલીસ કાફલા સાથે સવારે 10/00 કલાકે વીકટર પાસે આવેલ પીપાવાવ ધામની જમીનમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ જીંગા ફાર્મના તળાવોનાં પાળા તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ હતી. જેનીસામે લોકો ર્ેારા એવા વેધક સવાલો પુછી રહૃાા હતા કે 8 (આઠ) જ ઈસમો સામે કાર્યવાહી શા માટે ? હજારો એકર ગેરકાયદેસર જીંગા ફાર્મ સામે 8 (આઠ) ઈસમોસામે કાર્યવાહી થતા ખોદયો ડુંગર અને નિકળ્‍યો ઉંદર જેવો ઘાટ થયેલ છે.જેની સામે જીએચસીએલ અને મોટા માથાઓ સામે કાર્યવાહી શા માટે નહીં ? કે પછી પીપાવાવ ધામનાં લોકો ર્ેારા ચલાવવામાં આવી રહેલ જમીનમુકિત આંદોલનનેકારણે સરકારી તંત્ર ર્ેારા દેખાડો કરવામાં આવીરહૃાો હોય તેવું લાગે છે. આ વિસ્‍તારમાં મોટા માથાઓ અને જીએચસીએલ કંપની ર્ેારા હજારો એકર જમીનમાં કરોડો રૂપિયાનાં મીઠાનું અને જીંગાઓનું ઉત્‍પાદન રાજકીય મોટા માથાઓ અને સરકારી તંત્રની મીઠી નજરથી કરી રહૃાા છે. જયારે નાના-નાના અગરીયાઓની અને કાયદેસર રીતે આ વિસ્‍તારમાં રજીસ્‍ટર્ડ એવા કથીવદરના જીંગા ફાર્મની જમીનો સરકાર શ્રી સરકાર કરીને તેમાં મોટા માથાઓના ઈશારે એક રાજકીય આગેવાનનાં આશિર્વાદથી આ જમીનો ઉપર કબજો જમાવીને તેમાંથી કરોડો રૂપિયાની મલાઈ કમાઈ રહૃાાની ચર્ચાઓ લોકમુખે થઈ રહી છે. ભાજપ સરકાર ગૌ રક્ષાની વાતો તો મોટી-મોટી કરેછે, પરંતુ હજારો એકર ગૌચરમાં દબાણ સામે આંખ આડા કાન કરી રહેલ છે. ગરીબોના ઝુંપડા તોડીપાડતી સરકાર આમાં કોની શેહમાં છે ?
આ સમગ્ર મામલાની ઉચ્‍ચ કક્ષાએથી તપાસ કરવામાં આવે અને રાજકીય માણસોના અને ઉચ્‍ચ અધિકારીઓના કોલ્‍સ ડીટેઈલ તપાસવાની માંગ ઉઠેલ છે.
આ વિસ્‍તારમાં જીંગા ફાર્મ હટાવવા માટે આંદોલન ચલાવી રહેલા પીપાવાવ ધામનાં લોકોને સરકાર હંફાવવા માગે છે કે શું ? કે પછી કોઈ રાજકીય ઈશારે સરકારી તંત્ર કામકરી રહેલ છે તે તો આવનારો સમય જ કહેશે.