Main Menu

ધારીમાં ધારીનાં પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયા વિરૂઘ્‍ધ જાહેર નોટીસ લગાવાતા લોકો નોટીસ જોવા ઉમટી પડયા

સોશ્‍યલ મીડિયામાં ગૂલબાંગો ફેંકીને ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ
અંતે ધારીનાં પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયાને બીટકોઈન કેસમાં ભાગેડુ જાહેર કરાયા
ધારીમાં ધારીનાં પૂર્વ ધારાસભ્‍ય નલિન કોટડીયા વિરૂઘ્‍ધ જાહેર નોટીસ લગાવાતા લોકો નોટીસ જોવા ઉમટી પડયા
અમરેલી, તા. ર9
સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા બીટકોઈન મામલામાં પોલીસ અધિકારીઓ સહિત કેટલાંક લોકો ઝડપાયા છે તો કેટલાંક શખ્‍સો નાસતા ફરતાંહોય, તેમને ઝડપી પાડવા અમદાવાદ સી.આઈ.ડી. ક્રાઈમ કાયદાકીય પંજો કસતાં હોય, ત્‍યારે ધારી-બગસરાનાં  પૂર્વ ધારાસભ્‍ય નલીન કોટડીયા પણ આ કેસમાં ફરાર થઈ જતાં તેમને ભાગેડું જાહેર કરી તેમની તથા તેમના સગાની મિલ્‍કત ટાંચમાં લેવા સરકાર ર્ેારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્‍યારે આજે ધારી ગામમાં તેમના ઘર પાસે નલિન કોટડીયા વિરૂઘ્‍ધ જાહેરમાં નોટીસ પ્રસિઘ્‍ધ કરી કોર્ટમાં હાજર થવા તાકીદ કરતાં ધારી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
આ જાહેર નોટીસમાં પૂર્વ ધારાસભ્‍યને 30 દિવસમાં અમદાવાદ ખાતે આવેલ એડી. સેસન્‍સ કોર્ટ, સીટી સેસન્‍સ કોર્ટમાં હાજર થવા ફરમાન કરવામાં આવ્‍યું છે.
નલિન કોટડીયાનાં ફોટાવાળી જાહેર નોટીસને દિવાલ ઉપર ચીપકાવી દેવામાં આવતાં લોકોનાં    ટોળા ઉમટી પડયા હતા.