Main Menu

અમરેલી, બગસરા અને લીલીયા પંથકમાં જોરદાર વરસાદ પડયો

સિંહ સહિતનાં વન્‍યપ્રાણીઓનો ગરમીથી છૂટકારો
લીલીયા પંથકમાં દોઢ કલાકમાં ધોધમાર ર ઈંચ વરસાદ પડયો
લીલીયા, તા. ર9
લીલીયા શહેર સહીત સમગ્ર પંથકમાં અસહૃા ગરમી બાદ બપોરનાં ર.30 કલાકે ધોધમાર વરસાદ શરૂ થઈ 4.00 કલાકે સુધી પડયો હતો. આજે મૌસમનો પ્રથમ વરસાદ શરૂ થતાં જ જનજીવન સાથે વન્‍ય પ્રાણીઓએ અસહૃા ગરમીથી છૂટકારો મેળવ્‍યો હતો. વરસાદ શરૂ થતા નાના-મોટા સૌ વરસાદનો આનંદ માણવા બજારોમાં નીકળી પડયા હતા.
ડેરી પીપરીયા, માવજીંજવા પંથકમાં દે ધનાધન વરસાદ
ભૈ વાહ : બગસરા પંથકમાં એકથી લઈને 3 ઈંચ વરસાદથી હરખની હેલી
જિલ્‍લામાં મેઘરાજાની સતત હાજરીથી ખુશીનો માહોલ
બગસરા, તા. ર9
બગસરામાં આજે બપોર સુધી અસહૃા બફારા બાદ સાંજનાં પ કલાકથી અનરાધાર વરસાદ તુટી પડતા એક કલાકમાં દોઢ ઈંચ વરસાદથી શહેરનાં નીચાણવાળા વિસ્‍તાર કુંકાવાવ નાકા, ગોંડલીયા ચોક, શાકમાર્કેટ વિસ્‍તારમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ થતાંની સાથે જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્‍યાપી ગઈ હતી.
જો કે છત્રાછાળ વરસાદનાં અભાવે શહેરના દક્ષિણ વિસ્‍તાર કરતા ઉત્તર વિસ્‍તારમાં વધુવરસાદ નોંધાયેલ છે. પ્રથમ સારા વરસાદથી લોકો વરસાદમાં મોજ માણવા નીકળી પડયા હતા.
ગ્રામ્‍ય પંથકમાં ડેરી પીપરીયા, માવજીંજવામાં અનરાધાર 3 ઈંચ કરતાં વધુ વરસાદ પડયાનાં અહેવાલ સાપડી રહૃાા છે. જયારે તાલુકાના મોટાભાગનાં ગામડાઓ હજુ કોરા ધાકડ હોવાથી ખેડૂતોમાં ચિંતા દેખાઈ રહી છે.
અમરેલી, બગસરા અને લીલીયા પંથકમાં જોરદાર વરસાદ પડયો
અમરેલી શહેરમાં 9 મી.મી. વરસાદ નોંધાયો
અમરેલી, તા. ર9
ચાલુ વર્ષે ચોમાસાનું આગમન મોડું થયું છે. ત્‍યારે ગઈકાલે સાવરકુંડલા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ થયા બાદ આજે બગસરામાં 40 મી.મી., લીલીયા પંથકમાં 47 મી.મી.અને અમરેલીમાં 9 મી.મી. વરસાદ પડયાનું અમરેલી ફલડ કંટ્રોલરૂમે જણાવ્‍યું હતું.
ચાલુ વર્ષે હજુ મેઘો મન મુકી વરસતો ન હોય, લોકો ધોધમાર વરસાદ સમગ્ર જિલ્‍લામાં વરસી પડે તેવું ઈચ્‍છી રહૃાું છે. હાલમાં તો વરસાદ ત્રુટક ત્રુટક છૂટો છવાયો પડે છે જેનાં કારણે લોકોને ગરમીથી રાહત મળી શકતી નથી.
અમરેલી શહેરમાં બપોરનાં સમયે છૂટા છવાયા છાંટા પડયા હતા ત્‍યારે ફલડ કંટ્રોલરૂમે અમરેલી શહેરમાં 9 મી.મી. વરસાદ પડયાનું ટેલીફોનીક વાતચીતમાં જણાવ્‍યું હતું.