Main Menu

ભ્રષ્‍ટાચાર : માલકનેસમાં માર્ગ બનાવવામાં ગોલમાલ

જિલ્‍લા પંચાયતનાં માર્ગ-મકાન વિભાગ સામે ગંભીર આક્ષેપો
ભ્રષ્‍ટાચાર : માલકનેસમાં માર્ગ બનાવવામાં ગોલમાલ
જુના માલકનેસનાં ઉપસરપંચે મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને તટસ્‍થ તપાસ કરવા માંગ કરી
અમરેલી, તા. ર9
ખાંભાનાં જુના માલકનેશથી વાગધ્રા સુધીનો પાંચ કિ.મી.નો માર્ગ વર્ષો બાદ બની રહૃાો છે. જેમાં વ્‍યાપક પ્રમાણમાં ભ્રષ્‍ટાચાર થતો હોવાનો આક્ષેપ ગામનાં ઉપસરપંચ હસમુખભાઈ શિયાળે મુખ્‍યમંત્રીને પાઠવેલ પત્રમાં કરીને સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ કરી છે.
પત્રમાં જણાવેલ છે કે, માલકનેસ ગામે આઝાદી પછી પ્રથમ વખત જુના માલકનેસથી વાંગધ્રા ચોકડી વચ્‍ચે મા×મા પંચાયત ઘ્‍વારા બનાવાયેલા પાંચ કી.મી. રોડમાં વ્‍યાપકપણે ભ્રષ્‍ટાચાર આચરી મા×મા પંચાયતના કાર્યપાલક ઈજનેર-નાઈબ કાર્યપાલક ઈજનેર તથા એસ.ઓ. ઘ્‍વારા લાખો રૂપિયા ચાંઉ કરી અધુરા કામનાં બીલ કોન્‍ટ્રાકટરને ચુકવી દેવામાં આવ્‍યા છે.
વધુમાં જણાવેલ છે કે, સરકારના નિયમ મુજબ રોડની બન્‍ને સાઈડમાં પાણીના નિકાલ માટે ખાળીયા બનાવી રોડની બન્‍ને બાજુ માટી કામકરવાનું હોવા છતાં કોન્‍ટ્રાકટર અને મા×મા નાં અધિકારીઓએ મીલીભગત કરી ખાળીયા કે માટી કામ કરેલ નથી. તેમજ પાંચ કી.મી. રોડમાં અનેક જગ્‍યાએ ડામર કામ પણ કર્યા વગર બીલ ચુકવાઈ ગયા હોય સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવા માંગ કરવામાં આવી છે.