Main Menu

અચ્‍છે દિન : ધારી શહેરને ખોડીયાર જળાશયમાંથી પાણી વિતરણ શરૂ

પંચાયતનાં શાસકોએ જળનાં વધામણા કર્યા
ધારી, તા. ર9
વરસાદ ખેંચાતા ધારી શહેરમાં પાણીની સમસ્‍યાઓ વિકટ બની ગયેલ પ્રશ્‍નનાં નિરાકરણનાં ભાગરૂપે એકાતરાનાં બદલે ત્રણ દિવસે વિતરણ શરૂ કરેલ છતાં પાણીની તંગી વધવા માંડતા કહેવાય છેને કે સંગ્રહેલો સાપ પણ કામ આવે તેમ ભુતકાળમાં મહીના પાણી માટે બીછાવેલી લાઈનને પુનઃ જીવિત કરી ટેસ્‍ટિંગ કરવામાં આવેલ અને ખોડીયાર ડેમનું પાણી ધારી લવાયું. આ સાથે જ ખુશીનો કોઈ પાર નહોતો રહૃાો. પંચાયતના શાસકોએ તો ડેમના પાણીને અંજલીમાં ભરી વધામણાં કર્યા હતા.
ડેમની જળ સપાટી ડાઉન થવા માંડતાની સાથે જ ગ્રામપંચાયતના હયાત બોર ડુકવા લાગેલ. પરિસ્‍થિતિ વિકટ બનવા લાગતા ધારીની જનતાને એકાતરાના બદલે ત્રણ દિવસે પાણી વિતરણ કરવાની ફરજ ઉભી થયેલ. તેમ છતાં પણ પાણીની તાણ પાછુ ફરી જોવાનું નામ ન લેતા અંતે મહીની ભુતકાળમાં બીછાવેલી લાઈનનું પાણી પુરવઠા બોર્ડનાં કાર્યપાલક ઈજનેરનાં માર્ગદર્શનહેઠળ સ્‍ટાફ અને ગ્રામપંચાયતનાં સ્‍ટાફ ર્ેારા ટેસ્‍ટિંગ શરૂ કરવામાં આવેલ. જરૂરીયાત મુજબ લાઈનો રીપેર કરી સતત જહેમત બાદ પ્રથમ ટેસ્‍ટિંગ સફળ રહેલ અને ખોડીયાર ડેમનાં પાણીની ધારાવહી શરૂ થતા સરપંચ જીતુભાઈ જોશી, ઉપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઈ, રોશની સમિતિનાં ચેરમેન કેશુભાઈ પરડવા, સદસ્‍ય કિશોરભાઈ મકવાણા, નારણભાઈ વાઘવાણી, ભરતભાઈ મકવાણા, રમેશભાઈ મકવાણા, રમેશભાઈ આહીર સહિતનાઓએ અંજલી ભરી ખોડીયાર ડેમના જળના વધામણાંકર્યા હતા.


« (Previous News)