Main Menu

અમરેલીનાં કવિ હર્ષદ ચંદારાણાનાં 7રમાં જન્‍મદિવસની ઉજવણી

અમરેલીનાં લાડકવાયા કવિ હર્ષદ ચંદારાણાને 71 વર્ષ પૂર્ણ થતાં રાજકોટનાં ઉદ્યોગપતિ સુરેશભાઈ મોરઝરિયા અને મોરઝરિયા પરિવારનાં ભવ્‍યાતિભવ્‍ય આયોજન પૂર્વક 7રમાં જન્‍મદિનની ઉજવણી કવિ હર્ષદ જન્‍મોત્‍સવનો ભભલોટસ બેન્‍કવેટ હોલભભ રાજકોટ ખાતે લોકપ્રિય તંત્રી કૌશિકભાઈ મહેતાનાં અઘ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવ્‍યો. પ્રારંભમાં સુવિખ્‍યાત સંગીતકાર બ્રીજેન ત્રિવેદીએ “પથ્‍થર થયા છે ગાતા નદીને મળ્‍યા પછી” કવિની રચનાનું કર્ણપ્રિય રાગથી સંગીતનાં સથવારે ગાન કર્યુ. કવિની રચનાઓવિષે કવિ સ્‍નેહી પરમાર અને કવિ હરેશ વડાવીયાએ રસાસ્‍વાદ કરાવી વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત સાહિત્‍યકારો, કવિઓ, લેખકો, લોકસાહિત્‍યકારોને ડોલાવી દીધા. કવિ હર્ષદ ચંદારાણા સાથેના સંભારણા પોતપોતાની આગવી શૈલીમાં વર્તમાનપત્રનાં નિવાસી તંત્રી, વર્િેાન, સાહિત્‍યકાર જયેશભાઈ ઠકરાર સુવિખ્‍યાત શિક્ષણવિદ ભદ્રાયુભાઈ વચ્‍છરાજાનીએ વકતવ્‍ય આપી તાલીઓનાં ગગડાટ જીલ્‍યા. અઘ્‍યક્ષસ્‍થાનેથી કૌશિકભાઈ મહેતાએ હર્ષદ ચંદારાણા સાથેની વર્ષાની અનુભૂતિ આગવી હળવી શૈલીમાં રજૂ કરી એક અનોખુ વાતાવરણ નિર્માણ કર્યુ.
આ પ્રસંગે યોજાયેલ કવિ સમેલનમાં જાજરમાન કવયિત્રીઓ સર્વ કાલિન્‍દીબેન પરીખ, પારૂલબેન ખખ્‍ખર અને લક્ષ્મીબેન ડોબરિયા દેદિપ્‍યમાન કવિઓ ગુજરાતની આવતી કાલસમાં ગૌરવ વધારનાર પ્રવણ પંડયા, ઉર્વિશ વસાવડા અને હર્ષદ ચંદારાણાએ પોતપોતાની શ્રેષ્ઠ રચનાઓનું પઠન કરી સૌને મોજ કરાવી કોઈ ભેટ કે ચાંદલાના અસ્‍વિકાર પ્રાર્થવા છતાં અનેક મહાનુભાવોએ કવિ હર્ષદને વધાવ્‍યા. આવું અભૂતપૂર્વ ઐતિહાસિક ભાવથી આયોજન કરવા બદલ કવિ હર્ષદ ચંદારાણા અને ચંદારાણા પરિવારે સુરેશભાઈ મોરઝરિયા અને મોરઝરિયા પરિવારનું ઉત્‍કૃષ્‍ટ ભેટ સોગાદોથી સન્‍માન કર્યુ. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આગવી શૈલીમાં જાણીતા કવિ, લેખક, ઉદ્યઘોષક પરેશ મહેતાએ સંચાલનકર્યુ. આવા સમારોહમાં સર્વ નિરંજન રાજયગુરૂ, મનોજ જોષી(મજો) લાઠી રાજવી મહેન્‍દ્રસિંહજી, સંવાદનાં પંકજભાઈ જોશી, અરોમા ફાઉન્‍ડેશન અમરેલીનાં સ્‍વાતીબેન જોષી, અમરેલી જિલ્‍લા સાહિત્‍ય સર્જક પરિવારનાં ઉત્‍સાહી તાન્‍કાનરેશ ઉમેશભાઈ જોષી, હસુભાઈ જોષી, ગોરધનભાઈ સુરાણી, અમદાવાદ દૂરદર્શનનાં નિવૃત્ત પ્રોગ્રામ ઓફીસર કિશોરભાઈ જોશી, અમરેલી બાલભવનનાં નિયામક નિલેશભાઈ પાઠક, નાયબ નિયામક દિનેશભઈ ત્રિવેદી, સુભાષભાઈ વ્‍યાસ, ઈતેશભાઈ મહેતા, તરૂલતાબેન વ્‍યાસ, જૂનાગઢથી બિન્‍દુબેન ત્રિવેદી, ચલાલા એમ.કે.સી.નાં પ્રિન્‍સિ. મુમતાજબેન મકરાણી, દિવ્‍યાબેન પટેલ, દેવકુભાઈ વાળા, રવજીભાઈ કાચા, યોગેશ શુકલ, સુરેશભાઈ શેખા, સુરેશભાઈ વેકરિયા, રામભાઈ વામજા, ચંદુભાઈ છનીયારા (ઈશ્‍વરિયા) હરગોવિંદભાઈ પંડયા, કનુભાઈ લીંબાસિયા, સુરેશભાઈ શાસ્‍ત્રી, કેતન કાનપરિયા, શીલાબેન મહેતા, વિપુલભાઈ વ્‍યાસ સમેત વિશાળ સંખ્‍યામાં સાક્ષીભાવે ઉપસ્‍થિત રહૃાા.


« (Previous News)