Main Menu

ભીમ અગિયારસનાં તહેવારે જિલ્‍લામાં જુગાર રમતા 40 શખ્‍સો રૂા. 3.ર3 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપાયા

લાયસન્‍સ વાળી રિવોલ્‍વર, મોટર સાયકલ, રોકડ કબ્‍જે લેવાઈ
અમરેલી, તા.ર3
અમરેલી જિલ્‍લા પોલીસ વડા નિર્લિપ્‍ત રાયની સુચના મુજબ ભીમ અગિયારસના દિવસે જુગાર રમતા ઈસમો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવા સુચના આપતા પોલીસે બાબરા, રાજુલા, વડીયા, ધારી અને સાવરકુંડલા પંથકમાં દરોડા કરી કુલ 40 ઈસમોને રૂા. 3,રર,6ર0ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જેમાં સાવરકુંડલા તાલુકાના રામગઢની વાડી વિસ્‍તારમાં જુગાર સાથે 1 રિવોલ્‍વર પણ કબ્‍જે લેવાતા જુગાર રમવાની ટેવ ધરાવતા ઈસમોમાં વ્‍યાપક ફફડાટ ફેલાયો છે.
સાવરકુંડલા તાલુકાના રામગઢ ગામની વાડી વિસ્‍તારમાં જુગાર રમતા 7 ઈસમો રોકડ રકમ રૂા. 90,810 તથા રિવોલ્‍વર-1 મળી રૂા. 1,90,810ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જયારે વડીયાના રામપુર તોરી ગામે જાહેરમાં જુગાર રમતા 6 ઈસમોને રોકડ રકમ રૂા. 71પ0 તથા મોટર સાયકલ-4 મળી કુલ રૂા. 67,1પ0 સાથે ઝડપી લીધા હતા.
બાબરા તાલુકાના લાલકા ગામેથી જાહેરમાંજુગાર રમતા 11 ઈસમોને રોકડ રકમ રૂા. 1પ030 તથા મોટર સાયકલ-ર મળી કુલ રૂા. પ1,030ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
ધારી તાલુકાના દેવળા ગામે જાહેરમાં જુગાર રમતા 11 ઈસમોને રૂા. 1ર310ની મતા સાથે પોલીસે ઝડપી લીધા.
રાજુલા ટાઉનમાં પણ પોલીસે આજે જાહેરમાં જુગાર રમતા પ ઈસમોને રોકડ રકમ રૂા.13ર0ની મતા સાથે ઝડપી લઈ તમામ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


(Next News) »