Main Menu

અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીને આર્થિક નુકશાન કરનાર સામે પોલીસ ફરિયાદ

વજનમાં ગોલમાલ થયાની ફરિયાદ
અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ કંપનીને આર્થિક નુકશાન કરનાર સામે પોલીસ ફરિયાદ
અમરેલી, તા. ર3
જાફરાબાદનાં વાંઢ ગામે આવેલ અલ્‍ટ્રાટેક સીમેન્‍ટ કંપની ર્ેારા માઈન્‍સમાં મટીરીયલ્‍સ પ્રોડકશન થાય છે, તેના વજન માટે કંપની ર્ેારા બ્રીજ લગત ઓટો પ્‍લાન્‍સ સોફટવેર ખરીદેલ હોય, જેનો મેઈન્‍ટેન્‍સ કોન્‍ટ્રાકટ મુંબઈની ઓટોપ્‍લાન્‍ટ ઈન્‍ડિયા સીસ્‍ટમ (પ્રા.) લી.ને આપેલ હતો.
આ મુંબઈની કંપનીના ઓપરેટર સદામ મન્‍સુરી ર્ેારા છેલ્‍લા 6 માસથી ઓટો પ્‍લાન્‍ટનાં આપેલ યુઝર આઈડી તથા પાસવર્ડથી ઓટો પ્‍લાન્‍ટ સોફટવેરમાં છેડછાડ કરી માઈન્‍સમાંથી ટીપર ટ્રક ટોરસ ર્ેારા લાવવામાં આવેલ. મટીરીયલ્‍સનાં વજનમાં વધારો કરી ટીપર ટ્રકમાં અને કોન્‍ટ્રાકટરોને આર્થિક ફાયદોકરાવી સીમેન્‍ટ કંપનીને આર્થિક નુકશાન કરાવતો હોય જે અંગે જાફરાબાદ ટાઉન પોલીસમાં વિશ્‍વાસઘાત, છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાતાં પી.આઈ. આર.ટી. ચનુરાએ વધુ તપાસ હાથ     ધરી છે.