Main Menu

અમરેલીનાં જાહેરમાર્ગો અને ફુટપાથને આઝાદ કરાવાશે

‘‘સબ ભૂમિ ગોપાલ કી” માનીને થયેલ દબાણ દુર કરવામાં આવશે
અમરેલીનાં જાહેરમાર્ગો અને ફુટપાથને આઝાદ કરાવાશે
શહેરનાં હરિરોડ, શાકમાર્કેટ, લાયબ્રેરી રોડ, સ્‍ટેશન રોડ સહિતનાં માર્ગો પર વ્‍યાપક દબાણ
અમરેલી, તા. ર3
અમરેલી શહેરમાં ભભસબ ભૂમિ ગોપાલ કીભભ માનીને જાહેર માર્ગો અને ફુટપાથ પર થયેલ દબાણને એક અઠવાડીયા બાદ દુર કરવાનો નિર્ણય પાલિકા અને પોલીસ વિભાગે સંયુકતપણે કર્યો હોવાનું જાણવા મળેલ છે.
અમરેલી શહેરમાં પાલિકાનાં શાસકોએ છેલ્‍લા 1પ વર્ષથી દબાણ હટાવની કામગીરી રાજકીય લાલચમાં કરી ન હોવાથી શહેરમાં બેફામ દબાણ કરવામાં આવ્‍યું છે. અને હરિરોડ, લાયબ્રેરી રોડ, શાકમાર્કેટ, સ્‍ટેશન રોડ, માર્કેટયાર્ડ રોડ, ડો. જીવરાજ મહેતા ચોક તેમજ ગાંધીબાગથી લઈને ચિતલ રોડ પરની ફુટપાથ પર વ્‍યાપક દબાણ કરવામાં આવ્‍યું છે. તો ટેલીફોન કચેરીની પાછળ પણ બેકિનો ખડકી દેવામાં આવી છે.
તદઉપરાંત વેપારીઓએ પણ ઓટલા, છાપરા અને બોર્ડ લગાવીને ટ્રાફીક સમસ્‍યા ઉભી કરી હોય નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે શહેરને ખુબસુરત બનાવવાનો નિર્ણય કર્યો હોય સીટી પોલીસ અને પાલિકાએ એક અઠવાડીયા બાદ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવાની તૈયારી શરૂ કરતાં દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયોછે.