Main Menu

રાજુલામાં રેતી ચોરી કરતાં 3 શખ્‍સો વિરૂઘ્‍ધ પગલા લેવાયા

ખનીજ માફીયાઓ અને પોલીસ વચ્‍ચે દોડાદોડી
રાજુલામાં રેતી ચોરી કરતાં 3 શખ્‍સો વિરૂઘ્‍ધ પગલા લેવાયા
રૂપિયા 1ર.71 લાખનો મુદ્યામાલ કબ્‍જે કર્યો
અમરેલી, તા. ર3
છતડીયા ગામે રહેતાં મનુ ખીમાભાઈ ડાભી, લોઠપુર ગામે રહેતાં મનુભાઈ સુખાભા ભીલ તથા ગોપાલભાઈ બચુભાઈ સાંખટ વિગેરે ગઈકાલે સાંજે રાજુલા ગામે ગેરકાયદેસર રેતી ભરતાં હોય, આ અંગે રાજુલા પોલીસને બાતમી મળતાં દરોડો કરી ત્રણેય ઈસમોને લોડર, તથા ર ટન જેટલી રેતી ભરેલ, રેતી ચાળવાનાં સારણા સહિત કુલ કિંમત રૂા.1ર.71 લાખનાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીહતી.