Main Menu

ચલાલાનાં રેલ્‍વે ફાટકને પહોળુ કરવાની કામગીરી ઠપ્‍પ થઈ

વર્ષો જુની રજુઆત બાદ રેલ્‍વે વિભાગે કામ તો શરૂ કર્યા બાદ
ચલાલાનાં રેલ્‍વે ફાટકને પહોળુ કરવાની કામગીરી ઠપ્‍પ થઈ
અધુરૂ કામ છોડી દેવાતાં બિનજરૂરી સરસામાનનો ઢગલો થતાં પરેશાની વધી
ચલાલા, તા. ર3
ચલાલામાં ઘણા જ વર્ષોથી ચલાલા-ધારી રોડ પર આવેલ રેલ્‍વે ફાટક સાંકડુ હોવાને કારણે અવાર-નવાર અકસ્‍માતો સર્જાતા હતા અને ટ્રાફીકની ભારે મોટી સમસ્‍યા રહેતી હતી. રેલ્‍વેફાટક સાંકડુ હોય ટ્રેન ગયા બાદ ફાટક ખુલે ત્‍યારે ભારે ટ્રાફીકના કારણે ત્રણ વર્ષ પહેલા સ્‍કુલે જતી એક વિદ્યાર્થીનું ટ્રકે હડફેટે લેતા મૃત્‍યુ થવા પામેલ. આવા અનેક વખત નાના-મોટા અકસ્‍માતો થતાં રહેતા હતા. જીલ્‍લાના સાંસદને ચલાલાનાં સ્‍થાનિક આગેવાનોએ રજુઆત કરતાં રેલ્‍વે તંત્ર પાસે આ રેલ્‍વે ફાટક પહોળુ બનાવવાની મંજુરી મેળવી રેલ્‍વે ફાટક પહોળુ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેતા ચલાલા પંથકનાં લોકોમાં ખુશીનો માહોલ અને સંતોષની લાગણી વ્‍યાપેલ. પરંતુ આખુશીનો માહોલ માત્ર સપનું સાબિત થતાં લોકોમાં હતાશા અને નારાજગીનો માહોલ ઉભો થયેલ છે જે રેલ્‍વે ફાટક પહોળુ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયેલ અને થોડા દિવસો કામ યુઘ્‍ધનાં ધોરણે ચાલું કરેલ તે કામ કોઈક કારણોસર છેલ્‍લા એકાદ મહિનાથી બંધ કરી દેતાં ત્‍યાં સાઈડ પર માલ-સામાનનાં ઢગલાથી ટ્રાફીકજામની સમસ્‍યાને કારણે લોકો ભારે મુશ્‍કેલી વેઠી રહૃાાં છે. રેલ્‍વે ફાટક તો પહોળુ ના થયું પણ માલ-સામાનની અડચણના કારણે હતી તેના કરતા વધારે મુશ્‍કેલી સર્જાતા લોકો ભારે મોટી પરેશાની ભોગવી રહૃાા છે. ત્‍યારે ચલાલા પંથકના જાગૃત્ત નાગરીક અનકભાઈ વાળાએ સાંસદ અને રેલ્‍વેતંત્ર ભાવનગરને ધગધગતી લેખીત રજુઆત કરીને વહેલી તકે પુનઃ રેલ્‍વે ફાટકનું કામ ચાલું કરવા માંગણી કરેલ છે. અને જણાવેલ છે કે, જો કોઈ અકસ્‍માત સર્જાશે તો તેની તમામ જવાબદારી રેલ્‍વે વિભાગની રહેશે તેમ અંતમાં જણાવેલ છે.