Main Menu

સા.કુંડલાનાં સેંજલ ગામનાં પાટીયા પાસે ફોરવ્‍હીલ પલટી જતાં ચાલકનું મોત

માર્ગમાં અચાનક રોજડું આડે પડતાં બન્‍યો બનાવ
અમરેલી, તા. ર3
ભાવનગર જિલ્‍લાનાં ગારીયાધાર ગામે રહેતાં વિનુભાઈ હરજીભાઈ મકવાણા નામનાં 60 વર્ષિય વૃઘ્‍ધ ગત તા.ર1નાં રાત્રીનાં સમયે પોતાના હવાલાવાળું ફોરવ્‍હીલ વાહન લઈને જતાં હતા ત્‍યારેસાવરકુંડલા તાલુકાનાં સેંજલ ગામ પાસેથી પસાર થતાં હતા ત્‍યારે અચાનક જ માર્ગમાં રોજડું આડે ઉતરતાં પોતાના હવાલાવાળા વાહન ઉપરનો કાબુ ગુમાવી દેતાં પલટી મારી જતાં ચાલકનું ગંભીર ઈજાથી મોત થયું હતું. જયારે અલ્‍પેશભાઈને પગે ઈજા થયાની ફરિયાદ વંડા પોલીસમાં નોંધાઈ છે.