Main Menu

અમરેલી જિલ્‍લામાં ભીમ અગિયારસનાં પર્વે જુગાર રમતાં 6ર શખ્‍સોની અટકાયત કરાઈ

નવનિયુકત પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયની પ્રશંસનીય કામગીરી
અમરેલી જિલ્‍લામાં ભીમ અગિયારસનાં પર્વે જુગાર રમતાં 6ર શખ્‍સોની અટકાયત કરાઈ
બગસરા, રાજુલા, ખાંભા, બાબરા, અમરેલી પંથકમાં વ્‍યાપક દરોડા
અમરેલી, તા. ર3
અમરેલી જિલ્‍લામાં પોલીસે ગઈકાલે વડીયા, રાજુલા, ખાંભા, બગસરા તથા બાબરા પોલીસે ઠેર ઠેર દરોડા કરી 6ર જેટલા લોકોને રોકડ રકમ રૂા.1.73 લાખની મતા મુદ્યામાલ સાથે ઝડપી લઈકાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં વડીયા તાલુકાનાં લુણીધાર ગામેથી 4 ઈસમોને રૂા.6630 તથા ભુખલીસાંથળી ગામેથી પણ 4 ઈસમોને ર1પ40 સાથે ઝડપી લીધા હતા.
જયારે રાજુલાનાં બાબરીયાધાર ગામેથી જુગાર રમતાં 10 ઈસમોને રૂા.11030નાં મુદ્યામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે વાવેરા ગામેથી 8 ઈસમોને રૂા.60ર0 સાથે અને કોટડી ગામેથી 9 ઈસમોને રૂા.10,0ર0 સાથે ઝડપી લીધા હતા.
ખાંભા તાલુકાનાં ડેડાણ ગામે બે અલગ અલગ દરોડા કરી કુલ 4 ઈસમોને રૂા.16640ની મતા સાથે ઝડપી લીધા હતા. જયારે બે ઈસમો નાશી ગયા હતા.
બગસરા તાલુકાનાં જુની હળીયાદ ગામે પ ઈસમોને રૂા.17ર30નાં મુદ્યામાલ સાથે ઝડપી લેવાયા હતા.
જયારે બાબરા તાલુકાનાં નવાણીયા ગામેથી 8 ઈસમોને રૂા.ર3410 સાથે તથા કરીયાણા ગામેથી પણ 10 શખ્‍સોને રૂા.71410નાં મુદ્યામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.