Main Menu

બગસરામાં અજાણ્‍યા વાહન ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત

અકસ્‍માત કરી વાહન ચાલક નાશી છુટવામાં સફળ
બગસરા, તા.ર3
બગસરાના જેતપુર રોડ પર હુડકો કોલોની પાસે આજે સાંજના એક અજાણ્‍યા વાહને સાયકલસવાર (પ્રૌઢ)ને અડફેટે લેતા ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યું મોત થયેલ. જયારે અકસ્‍માત કરી વાહન ચાલક નાશી ગયો હતો.
વિગત અનુસાર બગસરાના તાલુકા શાળા પાસે વાણંદની કેબીન ધરાવતા અને જેતપુર રોડ પર હુડકો કોલોનીમાં રહેતા દિલીપ બચુભાઈ સોલંકી (ઉ.વ.પર) પોતાની દુકાનેથી સાયકલ લઈને સાંજના ઘર તરફ જઈ રહયા હતા. ત્‍યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક અજાણ્‍યા કાર ચાલકે હુડકો કોલોની પાસે અડફેટે લેતા ઘટના સ્‍થળે જ દિલીપભાઈનું કમકમાટી ભર્યું મોત થયેલ. જયારે અકસ્‍માત કરી વાહન ચાલક પોતાની કાર લઈને નાશી ગયો હતો.
અકસ્‍માતની જાણ થતા પોલીસ ઘટના સ્‍થળે દોડી આવેલ અને લાશને પી.એમ. માટે દવાખાને ખસેડવામાં આવેલ. અને અજાણ્‍યા વાહન ચાલક સામે ગુન્‍હો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.