Main Menu

બળેલપીપરીયા, મોટા દેવળીયા પંથકમાં ર ઈંચ વરસાદથી હરખની હેલી

ગામની બહાર વરસાદી પાણી નીકળી ગયા
અમરેલી, તા.ર3
બાબરાના બળેલ પીપરીયા, મોટા દેવળીયા પંથકમાં મોડી સાંજે અનરાધાર વરસાદ પડતાં અંદાજે ર ઈંચ પાણી પડી ગયનાં વાવડ મળે છે. અને ભરે વરસાદથી ગામની બહાર પાણી નીકળી ગયા હતા.
સમગ્ર પંથકમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અને ચાલુ મૌસમનો સૌથી વધુ વરસાદ પડતાં જગતાત સહિત સૌ કોઈ આનંદિત બન્‍યું હતું.


« (Previous News)