Main Menu

જ્ઞાન એ શક્‍તિત છે ત્‍યારે મહિલાઓએ વધુ વાંચન કરવા અનુરોધ કરતા કાર્યકારી ડીડીઓ પી.એમ. ડોબરીયા

અમરેલી તા.ર3
ગુજરાત રાજય મહિલા આયોગ – ગાંધીનગરના ઉપક્રમે અમરેલી જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટાયેલા મહિલા સદસ્‍યોની કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજવામાં આવી હતી.
કાર્યકારી જિલ્‍લા વિકાસ અધિકારી પી.એમ. ડોબરીયા અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી માંકડે દીપપ્રાગટય કરી કાર્યક્રમને ખૂલ્‍લો મૂક્‍યો હતો.
કાર્યકારી જિલ્‍લા વિકાસ અધિકારી ડોબરીયાએ કહ્યું કે, મહિલાઓ કાયદાકીય બાબતોથી જાગૃત્ત થાય અને મહિલા સશક્‍તિતકરણ થાય તે ઉદ્‌ેશ્‍ય સાથે કાયદાકીય જાગૃત્તિ શિબિર યોજવામાં આવે છે. જ્ઞાન એ શક્‍તિત છે ત્‍યારે મહિલાઓએ વધુ વાંચન કરવા અને અવનવી તેમજ આધુનિક માહિતી અને વિગતોથી અવગત રહેવા અપીલ કરી હતી.
મહિલા આયોગ – ગાંધીનગરના સિનીયર ઓફિસર દક્ષાબેન સીસોદીયાએ મહિલા આયોગની કામગીરીની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે કાયદાકીય બાબતોનો વ્‍યવહારિક રીતે ઉપયોગ કરવો જોઇએ. તેમણે મહિલાઓને આંતરિક શક્‍તિતઓનો યોગ્‍ય ઉપયોગ કરી સામાજિક વ્‍યવસ્‍થાને વધુ સુદ્રઢ બનાવવાના પ્રયાસોમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.તેમણે મહિલાઓને માનસિકતામાં બદલાવ લાવી સકારાત્‍મક વિચારસરણી કેળવવા પર પણ ખાસ ભાર મૂકયો હતો. તેમણે સંકટ વખતે નં.181 અને નં.100 મહિલા હેલ્‍પલાઇનનો ઉપયોગ કરવા જણાવ્‍યું હતુ.
દહેજ પ્રતિબંધક અધિકારી આર.કે.જાખણીયાએ, દહેજ પ્રતિબંધક કાયદો, મહિલાના અધિકારો, સમાજ સુરક્ષા વિભાગની અને વિવિધ મહિલા કલ્‍યાણ કેન્‍દ્રની કામગીરી વિશે જણાવ્‍યું હતુ.મહિલા આયોગના જિલ્‍લા કો-ઓર્ડિનેટર જસુબેન ભંડેરીએ મહિલા આયોગના ઉદ્‌ેશ્‍યો જણાવ્‍યા હતા. 181 અભયમ હેલ્‍પલાઇન બાબતે કાઉન્‍સીલર રૂબિનાબેન બ્‍લોચે વિગતો આપી હતી. આસિ. મહિલા કો – ઓર્ડિનેટર સ્‍નેહલન રાઠોડે મિશન મંગલમ અને તેની વિગતો આપી હતી.
રોકડીયાપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ મનુષ્‍ય ગૌરવગાન અને સાંસ્‍કૃત્તિક કૃત્તિઓ રજૂ કરી હતી. સંચાલન ભાવનાબેન પટેલે કર્યુ હતુ. શાબ્‍દિ્‌ક સ્‍વાગત નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી માંકડે કર્યુ હતુ.
કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નિમિષાબેન દવે, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ કોમલબેન બારૈયા, કોરાટ દક્ષાબેન, પ્રજ્ઞાબેન સેજપાલ, ચૂંટાયેલા મહિલા સદસ્‍યો સહિતની મહિલાઓ ઉપસ્‍થિત રહી હતી.