Main Menu

પ્રધાનમંત્રીએ ગરીબી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્‍યા દુર કરવાની ચેલેન્‍જ સ્‍વીકારવી જોઈએ

અમદાવાદ, તા. 13
મોદીજીએ લગભગ આ ચેલેન્‍જ ઉપાડે એકાદ મહિનો પુરો થવા આવ્‍યો ત્‍યારે શુટીંગ પુરૂ કરી મોદીજીએ પરસેવો પણ ના પડે તેવી કસરતની ડોકયુમેન્‍ટરી રીલીઝ કરી છે. સુપર ડુપર ફીલ્‍મનો પ્રચાર કરી થર્ડ ગ્રેડની ફીલ્‍મ માથે મારનાર કોઈ પ્રોડયુસરે મોદીજીની ફીટનેસની વીડીયો ફીલ્‍મ બનાવી હોયતેવું લાગે છે. પ્રાથમિક શાળામાં થતા વ્‍યાયામ જેવો વીડીયો બનાવી મોદીજી આખરે સાબિત શું કરવા માંગે છે તે સમજાતું નથી.
નરેન્‍દ્ર મોદીને ગીમીકસ અને પબ્‍લીસીટીનું જાણે વળગણ છે. વિરાટ કોહલીએ તેની કસરત કરતો વીડીયો મુકી ઈન્‍ડિયાને ફીટ રહેવાનો સંદેશ આપ્‍યો કે તરત જ મોદીજી ઉત્તેજિત થઈ ગયા અને ટવીટ કરી દીધી પરંતુ આ અગાઉથી ફિકસ થયેલી મેચ હોય તેવું લાગે છે જેથી દેશની જનતાનું ઘ્‍યાન મોંઘવારીથી હટાવી શકાય.
કાશ્‍મીર ભડકે બળી રહ્યું છે. સરકારની માનસિક ફીટનેસના અભાવે એકતરફી આતંકનો ભોગ બની રહ્યું છે તે માટે મોદીજી પાસે ટાઈમ નથી પણ કોહલીની ટવીટ પર રીએકટ કરવા સિવાય બીજું દેશ માટે કઈ કામ ના હોય તેવી નવરાશ દેખાય છે. મોદીજી જાણે છે કે વિરાટ કોહલીનો ચાહક વર્ગ કરોડોમાં છે અને માટે જ એને વટાવી ખાવા મોદીજીએ ટવીટ કરી દીધી. હવે આને કેટલાક ભક્‍તિતરોગથી ગ્રસ્‍ત લોકો મોદીજીએ વિરાટની ચેલેન્‍જ ઉપાડી લીધી એમ કહી પોરસાઈ રહ્યા છે.
સંઘની શાખાઓમાં સૌથી વધુ રમાતી રમત કબ્‍બડી છે. કબ્‍બડીમાં મૂળ ટાંટીયાખેંચમાં જે હોંશીયાર હોય તે જીતે. મોદીજીએ તેમા નિપુણતા હાંસલ કરી છે. કબ્‍બડીને શાખામાંથી રાજકીય મેદાનમાં લઇ આવવાનો શ્રેય મોદીજીને જાય. શંકરસિંહજી, કેશુભાઈ, સંજય જોષી, અડવાણી, જોશી,યશવંતસિંહાથી લઈ અરૂણ શેરી સુધીના કંઈકના ટાંટીયાખેંચી મોદીએ ધોબી પછાડ આપી છે તે સૌ જાણે છે. પરંતુ દેશ કે સંસદ સંઘનો અખાડો નથી એ સમજવાની વડાપ્રધાને જરૂર છે. સંઘની શાખાઓમા સૌથી વધુ રમાતી રમત કબ્‍બડી છે. કબ્‍બડીમાં મૂળ ટાંટીયાખેંચમાં જે હોંશીયાર હોય તે જીતે. મોદીજી એ તેમા નિપુણતા હાંસલ કરી છે.
મોદીજીએ ચેલેન્‍જ ઉપાડવી જ હતી તો ગુજરાતના ચોટીલા પર્વત પર ગણત્રીની મીનીટસમાં દર્શન કરી ઉતરી જનાર રાહુલ ગાંધી સામે ઉપાડવી જોઈતી હતી. મોદીજી રાહુલજીની પાછળ પાછળ ચોટીલા તો ગયા પણ ડુંગર ચઢવાની હિંમત ના કરી શકયા.
દેશના વડાપ્રધાન તરીકે મોદીજી તમારી સામે ઉપાડવા માટે બીજી ઘણી વિરાટ ચેલેન્‍જીસ છે. દેશવાસીઓને વચન મુજબ પંદર લાખ ચુકવવાના બાકી છે, બે કરોડ બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવાની બાકી છે, પાકીસ્‍તાનથી દસ માથાં ઉતારી લાવવાના છે, પાકીસ્‍તાનને એની ભાષામાં શીખ આપવાની અને ચીનને દોકલામમાંથી હાંકી કાઢવાની ચેલેન્‍જ મોઢું ફાડીને મોદીજી તમારી સામે ઉભી છે. ત્‍યારે વિરાટ કોહલીથી આકર્ષાઈ એક સગીર કિશોરની જેમ ઉત્તેજીત થવું એક વડાપ્રધાન તરીકે આપને શોભતુ નથી.
ડોલર સામે ગગડતો રૂપિયા તમારી આબરૂ ગગડાવી રહ્યો છે ત્‍યારે રહી સહી આબરુ બચાવવાની સૌથી મોટી ચેલેન્‍જ તરફ આપ બેઘ્‍યાન છો. રોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ તમારા વચનની કિંમત પાઈની કરી રહ્યા છે ત્‍યારે ચેલેન્‍જ પાઈ ના થઈ જતાં તમારા રાજકીય ચરિત્રને બચાવવાની છે. અરે તમારી ડીગ્રી જાહેર કરવાની એક સરળ ચેલેન્‍જ ઉપાડતા તમારો પરસેવો છુટી જાય છે ત્‍યારે આ નેટંકી નો કોઈ અર્થ ખરો ?
લાહોરી કેક અને જબાની ફેંકમફેંકથી મોદીજીનું રાજકીય આરોગ્‍ય સારૂ થતું હશે દેશનું આરોગ્‍ય બગડી રહ્યુ છે. આજે પણ દેશમાં કુપોષણ એક પ્રમુખ સમસ્‍યા છે. ત્‍યારે કુપોષીતોની ફીટનેસની ચિંતા કરવાનો માનવીય અભિગમ છોડી પબ્‍લીસીટી કરવા સ્‍ટંટમેનની ભુમિકાની ભાવવાની મોદીજીની તત્‍પરતા શરમજનક છે.
આપના રાષ્ટ્રીય અઘ્‍યક્ષ સહિત આપનું અડધુ મંત્રીમંડળ જ શારીરિક જે ફીટનેસ માંગે છે એ વાત ખરી પણ સૌથી પહેલા આપની પ્રાથમિકતા દેશનું લોકતંત્ર અને સંવિધાન તંદુરસ્‍ત રહે તે હોવી જોઈએ. મોદી આપને માઈક ટાયસન સામે કુસ્‍તી લડવા દેશની જનતાએ સત્તા નથી સોંપી દેશની સુખાકારી માટે સુકાન સોંપ્‍યું છે એ યાદ રહે એ જરૂરી છે.