Main Menu

બાબરામાં ‘‘મેહુલ સેલ્‍સ એન્‍ડ સર્વિસ”નો દ્વિતીય ગ્રાહક સ્‍નેહમિલન સમારોહ યોજાયો

બાબરામાં મેહુલ સેલ્‍સ એન્‍ડ સર્વિસનો દ્વિતીય ગ્રાહક સ્‍નેહ મિલન સમારોહનું ભવ્‍ય આયોજન શોરૂમના માલિક ગાંડુભાઈ રાતડીયા અને મેહુલભાઈ રાતડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. પૂજય ઘનશ્‍યામદાસ બાપુની નિશ્રામાં અને તેમના આશિર્વચનની સાથે અહીં જલારામ બાપાના મંદિરે ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમરેલી, રાજકોટના વિવિધ કંપનીના ડિસ્‍ટ્રીબ્‍યુટર, માર્કેટીંગ એકજયુટિવ તેમજ સ્‍થાનિકઆગેવાનો અને બહોળી સંખ્‍યામાં મેહુલ સેલ્‍સના ગ્રાહકો ઉપસ્‍થિત રહયા હતા. મેહુલ સેલ્‍સ એન્‍ડ સર્વિસ દ્વારા આ બીજા ગ્રાહક સ્‍નેહમિલનના અવસરે શહેરની વિવિધ સેવાકીય સંસ્‍થાઓને સન્‍માનીત કરી પ્રોત્‍સાહિત કર્યા હતા. જેમાં પક્ષી બચાવ સમિતિ, જીવદયા પરિવાર, માનવસેવા ગૃપ, વોલયન્‍ટીયર ગૃપ, ગોરક્ષા ગૃપ સહિત બાબરા શહેરની વ્‍યકિત પ્રતિભાનું પણ આ તકે રાતડીયા પરિવાર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જેમાં બેંજો વાદક હિતેશગીરી, તબલા ઉસ્‍તાદ નયન અગ્રાવત, નફિસમીર, ડો. સાકીર વ્‍હોરા, હેતલ હાટગરડા, દીપકભાઈ દવે સહિતની વ્‍યકિત પ્રતિભાઓનું પુષ્‍પહાર, સાલ અને સન્‍માનપત્ર આપી રાતડીયા પરિવાર દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં ખોડાભાઈ રાતડીયા, વિરમભાઈ, લીંબાભાઈ, બાબુભાઈ કારેટીયા, શોકતભાઈ ગાંગાણી સહિતના સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. પ્રકાશભાઈ દવે દ્વારા કરવામાં આવ્‍યું હતું.


« (Previous News)