Main Menu

વેર હાઉસીંગનાં અધિકારીઓને પાપે સરકાર બદનામ થાય છે

સાવરકુંડલા તાલુકા સંઘનાં પ્રમુખ દિપક માલાણીનો ચોંકાવનારો આક્ષેપ
વેર હાઉસીંગનાં અધિકારીઓને પાપે સરકાર બદનામ થાય છે
ખેતીપાકો ખરીદનાર સંસ્‍થા ટેબલ નીચેથી નાણા આપે તો જ ગોડાઉનમાં જગ્‍યા આપવામાં આવે છે
રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુને ધગધગતો પત્ર પાઠવવામાંઆવ્‍યો
અમરેલી, તા. 11
સાવરકુંડલા તાલુકા સંઘના પ્રમુખ દિપક માલાણીએ રાજયનાં કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર પાઠવેલ છે.
પત્રમાં જણાવેલ છે કે, સરકાર તરફથી મગફળી, ચણા, તુવેર વિગેરે ટેકાના ભાવથી ખરીદીના કારણે ખેડૂતોમાં સંતોષ અને લાભર્થીની લાગણી થવાના બદલે સરકાર પ્રત્‍યે ખેડૂતો રોષ અને અંસંતોષ અનુભવે સાથે રાજકીય ટીકાઓ અને નિવેદનોનો સામનો કરવો પડે તેવી સ્‍થિતિ સરકાર માટે થાય છે. તેને માટે જવાબદાર કોઈ હોય તો રાજયનાા વેરહાઉસ કોર્પોરેશનના સત્તાવાળાઓ તેનો બદઈરાદાવાળો અને શંકાસ્‍પદ કાળા કારોબાર. આ કારણે ખેડૂતો પરેશાન થાય છે અને સરકારને અપયશ મળે છે. આ વેરહાઉસ કોર્પોરેશનના ટોપથી બોટમ સુધીની ચેનલના પૂર્વ આયોજીત કાળા કારોબારને કારણે ખરીદનાર સ્‍થાનિક સંસ્‍થા આ અધિકારીઓ સાથે અપ્રમાણિક વ્‍યવહારો કરે તો જ ટેકાના ભાવથી ખરીદાયેલ પાકને ગોડાઉનમાં પ્‍લેસ આપવામાં આવે છે નહીં તો ફોન પર રવાનગી કરવાની હા પાડવામાં આવતી નથીઅને મોકલતા નહીં અહીયા જગ્‍યા નથી વિગેરે બહાના આપે છે. જેનું ઉદાહરણ સાવરકુંડલા તાલુકા સંઘ ઘ્‍વારા ખરીદાયેલ ચણાનો જથ્‍થો કે લાંબા સમયથી યાર્ડમાં છે તેની રવાનગી કરવા દીધેલ નથી.
વધુમાં જણાવેલ છે કે, આ રીતે બ્‍લેક મેઈલીંગ કરી ખરીદનાર સંસ્‍થાપાસેથી અપ્રમાણીક વ્‍યવહારો કરવા ફરજ પાડવાનો બીજો કારસો એવી રીતે કરે છે કે, ટેકાના ભાવથી ખરીદેલ મગફળી કે ચણાના સ્‍ટોરેજ માટે જે તે ગોડાઉને પહોચે એટલે કોઈને કોઈ ખામી બતાવીને રીજેકટ કરે છે. પછી સંબંધીત સંસ્‍થાનો પ્રતિનિધિ જો રૂબરૂ ાય અને શરતો મુજબ અપ્રમાણીક વ્‍યવહારથી કારોબાર કરી નાખે તો આજ ટ્રકો પાછી મંગાવીને અનલોડ કરી દેવામાં આવે છે. આ બધા કારોબારના પુરાવા મળવા અસંભવ છે પણ પઘ્‍ધતિસર આ બધુ ચાલે છે.
વધુમાં જણાવેલ છે કે, અમરેલી જિલ્‍લાના પીઠવડી ગામે હજારો મેગા ટન સંગ્રહ થઈ શકે તેવું બધી રીતે વાયેબલ ગોડાઉન અવેઈલેબલ છે. જિલ્‍લાનાં મંજુર થયેલ કેન્‍દ્રો પર ખરીદી બંધ છે તે બધા કેન્‍દ્રો પર ખરીદી શરૂ કરી શકાય તેમ છે અને બધો માલ સંગ્રહ થઈ શકે તેટલી ગોડાઉનની કેપેસીટી છે. સરકારને ટ્રાન્‍સપોર્ટેશનનો ઓછામાં ઓછો ખર્ચ ચડે છે તો પણ અપ્રમાણીક વ્‍યવહારના અભાવે આ તંત્ર આ ગોડાઉન ફાઈનલાઈઝ કરતું નથી તે પણ એક ઉદાહરણ છે.
તેવી જ રીતે અગાઉ માર્ચ મહિનામાં સાવરકુંડલા કેન્‍દ્રમાંથી ખરીદેલ મગફળીની ઘણી ટ્રકો રીજેકટ કરેલી ત્‍યારબાદ કાળા કારોબાર મુજબ જરૂરી પુરૂ પાડી દીધું એટલે ગુણવત્તા સુધરી ગઈ અને ટ્રકો અનલોડ કરી દીધેલ.
વધુમાં જણાવેલ છે કે, ખરીદનાર સંસ્‍થા પાસેથી કાળા કારોબારનીપ્રેકટીસ કરવાના ઈરાદે વ્‍યવસ્‍થામાં કૃત્રિમ અવ્‍યવસ્‍થા ઉભી કરી લાભાર્થીઓ અને સરકાર વચ્‍ચે અવરોધ ઉભો કરવાનું વ્‍યવસ્‍થિત ષડયંત્ર રાજયના વેરહાઉસ કોર્પોરેશનના એમ.ડી.થી માંડી મેનેજર રેન્‍કની મીલીભગતથી કારસ્‍તાન ચાલે છે. જેના કારણે અનેક કેન્‍દ્રોમાં દિવસોથી ચણાની ખરીદી થઈ શકતી નથી. સરકારને બદનામી મળે છે. હજારો ખેડૂતો સરકારની યોજનાથી વંચિત રહે છે.
ભુતકાળમાં જે તે કેન્‍દ્રમાં ટેકાના ભાવથી ખરીદાયેલ જણસને કયાં ગોડાઉનમાં મોકલવી તે નકકી કરવાનો અધિકાર રા.વેર હાઉસ કો. પાસે ન હતો પણ રાજયની ગુજકોમાસોલ કે જે કોઈ ફર્સ્‍ટ એજન્‍સી હોય તે ગોડાઉન નકકી કરતા. માટે કયાં કેન્‍દ્રનો માલ કયાં ગોડાઉનમાં ઉતારવો તેના અધિકાર તાત્‍કાલીક અસરથી સ્‍ટેટ વેરહાઉસ કોર્પોરેશન પાસેથી લઈ લેવા જોઈએ. તો જ યોજના વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચશે અને સરકારને બદનામી મળતી અટકશે.
વધુમાં જણાવેલ છે કે, આ બધી હકીકતો ઉપરાંત અન્‍ય ન લખી શકાય, ન પુરાવા મળે તેવી હકીકતો સાંભળતા એજું પણ માલુમ પડે છે કે, ગોંડલ-શાપર વિગેરે સ્‍થળોએ સરકાર હસ્‍તકની મગફળીની આગના જે બનાવો બન્‍યા છે તે બનાવમાં એમ.ડી. સહિત તેના તાબા નીચેના જવાબદાર અધિકારીઓનો સહઆરોપી તરીકે સંડોવણી કરી શકાય તેવો ડાયરેક અને ઈન્‍ડાયરેક રોલ હોવાનુંમાનવા કારણ છે.એટલે તપાસનીશ એજન્‍સીએ આ બાબતે આ તંત્રના એમ.ડી. સહિત જવાબદાર સત્તાવાળઓનું સખ્‍તાઈથી ઈન્‍ટ્રોગેશન કરવું જોઈએ.
આમ ઉપરોકત મુદાઓની ગંભીર નોંધ લઈ તે બાબતે તપાસ કરાવવા અને આ રજુઆતોમાં તથ્‍ય માલુમ પડે તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવા અને ખેડૂતોના હિતમાં આદેશો થવા અંતમાં માંગણી કરેલ છે.