Main Menu

આલે લે : જિલ્‍લા પંચાયતના પ્રમુખની સરકારી ગાડી લઈને કોંગી ધારાસભ્‍ય ઠુંમર સુરત પહોંચી ગયા

પંચાયતન પ્રમુખ વિદેશ પ્રવાસથી સુરત પરત ફરી રહૃાાં હોય
આલે લે : જિલ્‍લા પંચાયતના પ્રમુખની સરકારી ગાડી લઈને કોંગી ધારાસભ્‍ય ઠુંમર સુરત પહોંચી ગયા
સરકારી ગાડીનો ઉપયોગ અંગત કામે થતાં ભારે ચકચાર મચી
અમરેલી, તા.9
અમરેલી જિલ્‍લા પંચાયતના પ્રમુખની સરકારી કાર લઈને કોંગી ધારસભ્‍ય વિરજી ઠુંમર સુરતની બજારોમાં ફરી રહયા હોય તેને લઈને રાજકારણ ગરમાયું છે અને ભાજપીઓએ આ ઘટનાને વખોડી   કાઢી હતી.
વિગત એવા પ્રકારની છે કે જિલ્‍લા પંચાયતના પ્રમુખ જેનીબેન ઠુંમર વિદેશ પ્રવાસેથી સુરત ફરી રહયા હોય આજે તેમનાં લતા અને કોંગી ધારાસભ્‍ય વિરજી ઠુંમર જિલ્‍લા પંચાયતની સરકારી ગાડી લઈને સુરત તેઓને તેડવા જતાં ભાજપીઓએ જબ્‍બરા શાબ્‍દિક પ્રહારો કર્યા છે.
જિલ્‍લા પંચાયતના પ્રમુખ કોઈ સરકારી કે જનતાના કામઅર્થે વિદેશમાં ગયા ન હતા. તેઓ અંગત પ્રવાસે ગયા હોય તેઓને સુરત તેડવા જવા માટે જિલ્‍લા પંચાયતની ગાડીનો નિયમાનુસાર ઉપયોગ કરી ન શકાય.
કોંગી ધારાસભ્‍ય ઠુંમર વિવિધ ભ્રષ્‍ટાચાર પ્રશ્‍ને ભાજપ પર છાશવારે પ્રહાર કરી રહયા હોય અને તેઓ જ સરકારી ગાડીનો દુરૂપયોગ કરી રહયા હોય જિલ્‍લાભરમાં ભારે ચકચાર મચી છે.