Main Menu

લીલીયા મોટાનો ભુગર્ભ ગટરનો પ્રશ્‍ન ઉકેલાતો જ નથી

સ્‍થાનિક આગેવાને એક અઠવાડીયાની શાસકોને મહેતલ આપી
લીલીયા મોટાનો ભુગર્ભ ગટરનો પ્રશ્‍ન ઉકેલાતો જ નથી
8 દિવસમાં સફાઈ કરવામાં નહી આવે તો રસીકભાઈ વંડ્રાએ આત્‍મવિલોપનની ચીમકી આપી
અગાઉ સતત 3 દિવસ સુધી ગામ બંધ રહૃાા બાદ ગટરની મામુલી સફાઈ કરવામાં આવી
લીલીયા, તા. 9
લીલીયા મોટામાં છેલ્‍લા સાડા ત્રણેક વર્ષથી ભુગર્ભ ગટરની કામગીરી થયા બાદ મહા મહનેતે નવા આરસીસી માર્ગ બનાવવામાં આવેલ છે. હવે ભુગર્ભ ગટરોનીસાફ-સફાઈ નિયમીત રીતે થતી ન હોવાથી ગટર ઉભરાવાથી આમ જનતા ફરીવાર ત્રાહિમામ પોકારી ચુકી છે અને સ્‍થાનિક શાસકો જન સુવિધા પુરી કરી શકતા ન હોય અને આ સમસ્‍યાનું કાયમી નિરાકરણ કરવામાં સદંતર નિષ્‍ફળ ગયેલ હોય. જાગૃત્ત નાગરિક રસીકભાઈ વંડ્રાએ આ અંગે અંતે ગુજરાત હાઈકોર્ટમાં પીએલઆઈ દાખલ કરેલ જે હાઈકોર્ટ ઘ્‍વારા ગ્રાહૃા રખવામાં આવેલ અને હાઈકોર્ટના આદેશ હોવાથી જવાબદાર તંત્ર ઘ્‍વારા એકવાર અડધ ભાગની ભુગર્ભ ગટર સાફ કરવમાં આવેલ અને ત્‍યારબાદ સમસ્‍યા ભજેસે થેભ ની સ્‍થિતિએ આવી ગયેલ છે. અને સરકારના સ્‍વચ્‍છત અભિયાન અંતર્ગત ગત તા. પ/6/18નાં રોજ તમામ જવાબદાર અધિકારી લીલીયા મોટા હાજર હોવાથી તમામ અધિકારી આ પરિસ્‍થિતિથી વાકેફ છે.
આ બાબતે ભુતકાળમાં સમસ્‍ત લીલીયા ગામના લોકોએ સતત ત્રણ દિવસ સુધી ગામ બંધ રાખેલ હતું અને રસીકભાઈ વંડ્રાએ આત્‍મવિલોપનની ચિમકી પણ આપેલ હતી. ત્‍યારે જે તે સમયે જવાબદાર અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપેલ કે હવે પછી ભુગર્ભ ગટર નિયમીત રીતે સાફ સફાઈ થશે. પરંતુ ત્‍યારબાદ આજદિન સુધી આ વહીવટીતંત્ર તથા તેના સત્તાધિશો ઘ્‍વારા આ બાબતે કોઈ નકકર કામગીરી કરેલ નથી અને લીલીયામાં મોટાભાગનાં વિસ્‍તારમાં ભુગર્ભ ગટર ઉભરાયેલ છે અને ગંદકીરાજના કારણે લોકોના આરોગ્‍યજોખમાયેલ છે.
હવે ચોમાસાની ઋતુ નજીકમાં હોય વરસાદના કારણે વરસાદી પાણી તથા ગટરના પાણી ભરાઈ રહેવાના કારણે ગંદકી થાય અને મચ્‍છરના ઉપદ્રવના કારણે લોકોને મેલેરીયા, ડેન્‍ગ્‍યુ, ચીકનગુનીયા વિગેરે જેવા રોગો થવાની પુરેપુરી શકયતા છેઅને લોકોનું આરોગ્‍ય જોખમાય તેમ છે. તેથી જો આ બાબતે વહીવટીતંત્ર ઘ્‍વારા તાત્‍કાલીક ધોરણે ગટરની સાફ-સફાઈ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ ફરીવાર ગાંધી ચિંઘ્‍યા માર્ગે આંદોલન કરવાની જરૂરીયાત ઉપસ્‍થિત થશે. અને આજથી દિન-8માં આ સફાઈ કામ શરૂ કરવામાં નહી આવે તો રસીકભાઈ વંડ્રા ફરીવાર સરકારી કચેરીમાં આત્‍મવિલોપન કરશે અને તે અંગેની તમામ જવાબદારી સરકાર તથા વહીવટીતંત્ર તથા જવાબદાર અધિકારી/સત્તાધિકારીની રહેશે તેવું જણાવેલ છે.