Main Menu

સાવરકુંડલા પાલિકાનાં કોંગી સદસ્‍યો બળવાનાં મિજાજમાં ?

ભાજપનાં કદાવર નેતાઓ પાલિકામાં કમળ ખિલાવવા તૈયાર થયા
સાવરકુંડલા પાલિકાનાં કોંગી સદસ્‍યો બળવાનાં મિજાજમાં ?
કોંગ્રેસનાં 4 નગરસેવકો ભુગર્ભમાં ઉતરી જતાં કોંગીજનોમાં ચિંતાનો માહોલ
સાવરકુંડલા, તા. 7
અમરેલી જીલ્‍લાના સાવરકુંડલા નગરપાલિકાના અઢી વર્ષ માટે પાલિકા પ્રમુખ પદની ચુંટણી આગામી 14 જુને થનારી છે ત્‍યારે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ર0 કોંગ્રેસ અને 16 ભાજપના સદસ્‍યો હોવા છતાં પાલિકા પ્રમુખના પદ માટે કોંગ્રેસનો આંતરિક વિખવાદનો ફાયદો મેળવવા ભાજપ કાવાદાવા કરીને સત્તા સ્‍થાને બેસવાના પ્રયત્‍નો થતાં નવાજુનીના એંધાણો સાકાર થઇરહ્યા છે.
સાવરકુંડલા નગર પાલિકાના પ્રમુખ પદ માટે આગામી 14 જુનના દિવસે પાલિકા પ્રમુખની ચુંટણી જાહેર થતાં જ રાજકારણ ગરમાઈ ગયું છે. સાવરકુંડલા નગરપાલિકામાં ગત માર્ચ મહિનામાં પાલિકાની બજેટ બેઠકમાં કોંગ્રેસના આંતરિક વિખવાદને કારણે બજેટ બેઠકનો ઉલાળીયો કોંગી સદસ્‍યોએ કર્યો હતો બાદમાં ઘી ના ઠામમાં ઘી પડયું હતું. પણ ર019 ની ચુંટણી નજીક હોવાથી ભાજપ પણ અંદરખાને સત્તા મેળવવા કારસા કરી રહૃાાં હોવાની વિગતો મળી રહી છે. ત્‍યારે સાવરકુંડલા શહેર ભાજપ દ્વારા સ્‍પષ્ટ બહુમતી ન હોવાની વાતો કરવામાં આવી રહી છે પણ અંદરખાને નારાજ કોંગી સદસ્‍યો સાથે ગોઠવણ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. ત્‍યારે શહેર ભાજપ પ્રમુખ મયુર ઠાકરે વિપક્ષમાં બેસવાનો વ્‍હીપ આપવાનું કહી રહ્યા છે. હાલ કોંગ્રેસ પાસે પાલિકાની સત્તા છે અઢી વર્ષ માટે આગામી 14 જુને ભાજપ વિપક્ષનો મેન્‍ડેડ આપશે પણ માર્ચ ર018ની બજેટ બેઠક વખતે કોંગી નારાજ સદસ્‍યોના સંગાથે ભાજપ સત્તા મેળવવાનો લાભ મળી શકે છે. ત્‍યારે હાલના સાવરકુંડલાના કોંગીજનો કોંગ્રેસના મોભીઓ સાથે મંત્રણા કરીને અઢી વર્ષ માટે નારાજ કોંગ્રેસ સદસ્‍યોને મનાવીને ફરી સત્તા કોંગ્રેસ પાસે જ રાખવાની શાખ દાવ પર લાગી છે. ત્‍યારે અઢી વર્ષ માટે ઓ.બી.સી. પ્રમુખ પદ હોવાથી ઓ.બી.સી.માંકોંગે્રસી સદસ્‍ય એવા પાલિકાના પ્રમુખ પદના ઈચ્‍છુક દાવેદારોમાં હાલના પાલિકાના ઉપપ્રમુખ નાસીર ચૌહાણ પાલિકાના પ્રમુખ પદ માટે દાવેદાર છે. તો અશોકભાઈ ખુમાણે પ્રમુખ પદની દાવેદારી કરી છે. ભરવાડ સમાજમાંથી બીજલભાઈ બતાડાએ પ્રમુખ પદ માટે ઈચ્‍છુક છે તો સગર સમાજના ભૂપત ચુડાસમા પણ પ્રમુખ પદની રેસમાં આગળ છે તો કોળી જ્ઞાતિમાં પ્રભુત્‍વ ધરાવતા વિપુલ ઉનાવાનું નામ પણ આગળ દોડી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સાથે ચંદ્રેશભાઈ રવાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ હસુભાઈ સૂચક, મહામંત્રી મહેશભાઈ જયાણી દ્વારા કોંગ્રેસમાંથી કોને પ્રમુખ પદે બેસાડીને શહેરનો વધુ વિકાસ કરવાની મંત્રણા ચાલી રહી છે. અને મેન્‍ડેડ પ્રદેશમાંથી જેના નામનો આવે તે પર સર્વસમંતી સધાઈ તેવા પ્રયત્‍નો થઇ રહ્યા છે. ત્‍યારે પાલિકાના ઉપપ્રમુખ પદે હિતેશ સરૈયાનું નામ આગળ ચાલે છે.