Main Menu

બાબરામાં તાલુકા વિકાસ અધિકારીના પ્રમુખ સ્‍થાને તલાટી મંત્રીનો વિદાય સમારંભ યોજાયો

બાબરામાંજલારામ બાપાના મંદિરે તલાટી મંત્રીનો વિદાય સમારંભ તાલુકા વિકાસ અધિકારીના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો આ તકે રાજકીય આગેવાનો અને અધિકારીઓ તેમજ તાલુકાના તલાટી મંત્રીઓ ઉપસ્‍થિત રહયા હતા. બાબરા તાલુકાના કીડી અને શિરવાણિયા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા કે.કે.મહેતા વયમર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભનું આયોજન બાબરા તાલુકા પંચાયત, સ્‍ટાફ દ્વારા કરવામાં આવ્‍યું હતું. તાલુકા વિકાસ અધિકારી બી.જી.સોલંકીના અઘ્‍યક્ષસ્‍થાને આયોજીત આ વિદાય સમારંભમાં ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, માજી ધારાસભ્‍ય બાવકુભાઈ ઉંઘાડ, વાલજીભાઈ ખોખરીયા, જસદણના પ્રાન્‍ત અધિકારી અમિતકુમાર ચૌધરી, બીપીનભાઈ રાદડીયા, જિલ્‍લા બ્રહ્મસમાજના અગ્રણી ઉદયનભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ અશ્‍વિનભાઈ સાકરીયા, પી.ડી. કોઠીવાળ, ડેપ્‍યુટી ડી.ડી.ઓ., સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહી તલાટી મંત્રી કે.કે.મહેતાને ભાવભરી વિદાય આપી સન્‍માનિત કર્યા હતા. તલાટી મંત્રી મંડળ દ્વારા પણ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તમામ આગેવાનો અને અધિકારીઓ દ્વારા કે.કે.મહેતાને સાલા શ્રીફળનો પડો, મોમેન્‍ટો અને પુષ્‍પહારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.