Main Menu

અમરેલી જિલ્‍લાનાં કોંગી રાજકારણમાં ઘમાસાણનાં એંધાણ

જૂન મહીનામાં પાલિકાઓ અને પંચાયતોનાં પ્રમુખની ચૂંટણી હોવાથી
અમરેલી જિલ્‍લાનાં કોંગી રાજકારણમાં ઘમાસાણનાં એંધાણ
જિલ્‍લાનાં કોંગી અગેવાનો વચ્‍ચે સર્વસંમતિ સધાતી ન હોવાથી ઘર્ષણનાં એંધાણ
અમરેલી, તા. 6
અમરેલી જિલ્‍લાનાં કોંગી રાજકારણમાં આગામી પખવાડીયામાં અસંતોષનો જવાળામૂખી ફાટવાનાં સ્‍પષ્‍ટ એંધાણ જોવા મળી રહૃાા છે.
આગામી દિવસોમાં જિલ્‍લા પંચાયત તેમજ અમરેલી, સાવરકુંડલા પાલિકા અને 10 જેટલી તાલુકા પંચાયતનાં પ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોય બાકીનાં અઢી વર્ષ માટે નવા પ્રમુખની નિમણૂંક  કરવાની છે.
જેમાં જિલ્‍લા પંચાયત અને અમરેલી પાલિકા પ્રમુખપદ એસ.સી. માટે અને સાવરકુંડલા પાલિકા પ્રમુખ પદ ઓ.બી.સી. માટે અનામત તેમજ અનેક તાલુકા પંચાયતમાં પણ પ્રમુખપદ    અનામત છે.
પ્રમુખપદની ખુરશી એક અને દાવેદારની સંખ્‍યા એકથી વધારે હોવાથી પ્રમુખપદ મેળવવા માટે ચૂંટાયેલ સદસ્‍ય ર્ેારા ભારે લોબિંગ શરૂ કરવામાં આવ્‍યું છે, અને પ્રમુખપદ ન મળે એટલે સ્‍વાભાવિક રીતેનારાજગી ઉભી થશે અને તેનો ફાયદો લેવા માટે ભાજપ પણ સજીધજીને તૈયાર હોય તે પણ સમજી શકાય તેમ છે.