Main Menu

સાવરકુંડલાનાં વંડા ગામે પત્‍નિએ પ્રેમી સાથે મળીને પતિને મરી જવા મજબૂર કર્યા

પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ફરિયાદ
અમરેલી, તા.6
સાવરકુંડલા તાલુકાનાં વંડા ગામે રહેતાં વજુભાઈ શામજીભાઈ પનારા પત્‍નિ શોભાબેનને તે જ ગામે રહેતાં સોમાભાઈ મધુભાઈ બેરાણી સાથે આડા સંબંધ હોય, જેથી પતિએ આ સંબંધ નહી રાખવાનું કહેતાં તે અંગેનું મનદુઃખ રાખી મરણ જનાર વજુભાઈ સાથે ઝગડો કરી ત્રાસ આપી તેમને મરી જવા મજબુર કરતાં વજુભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ફરિયાદ વંડા પોલીસમાં ધીરૂભાઈ શામજીભાઈ પનારાએ નોંધાવી છે.