Main Menu

ખાંભાનાં વાગધ્રામાં બાઈક અને રૂપિયા 80 હજાર સળગાવી દીધા

અમરેલી, તા. 6
ઉનાનાં સાણાવાંકીયા ગામનાંયુવક સાથે અગાઉનાં પ્રશ્‍ને બોલાચાલી કરીને વાગધ્રાનાં ર શખ્‍સોએ યુવકનું બાઈક અને બાઈકની ડેકીમાં રહેલ રૂપિયા 80 હજાર સળગાવી દીધાની ફરિયાદ ખાંભા પોલીસમાં નોંધાયેલ છે.
વિગત એવા પ્રકારની છે કે સાણાવાંકીયાનાં રામભાઈ લાખણોત્રા વાગધ્રા ગામેથી પસાર થઈ રહૃાા હતા ત્‍યારે, તે જ ગામનાં ભાણાભાઈ અને ભરતભાઈ વાવડીયાએ તેની સાથે અગાઉનાં મનદુઃખથી બોલાચાલી કરીને તે યુવકનું બાઈક અને રૂપિયા સળગાવી દેતા ભારે ચકચાર મચી છે. આ બનાવ અંગેની ફરિયાદ નોંધીને ખાંભા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.