Main Menu

વાઘણીયા ગામે શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂણ્‍યતીથિએ શહીદને વીરાંજલી અપાઈ

બગસરા તાલુકાનાં નવા વાઘણીયા ગામનાં વતની વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીની નવમી પૂણ્‍યતિથિ ઉજવણી નિમિત્તે ઋષિકેશ રામાણી મેમોરીયલ ટ્રસ્‍ટ ર્ેારા મેન.ટ્રસ્‍ટી વલ્‍લભભાઈ રામાણીનાં માર્ગદર્શન હેઠળ વાઘણીયા ગામ સમસ્‍ત શોભાયાત્રા, સર્વરોગ નિદાન કેમ્‍પ, રકતદાન શિબિર, સુપ્રસિઘ્‍ધ લોકસાહિત્‍ય કલાકાર ઘનશ્‍યામભાઈ લાખાણીનાં ભવ્‍ય લોકડાયરો, મેજર શહીદ ઋષિકેશ રામાણીની પ્રતિમાને પુષ્‍પાંજલી તથા વીરાંજલીનાં અવિસ્‍મરણીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સમારોહનાં પ્રારંભે શબ્‍દોથી સ્‍વાગત ગામનાં સરપંચ દક્ષાબેન બાબરીયાએ કર્યુ હતું તથા મેમોરિયલ ટ્રસ્‍ટની સેવા પ્રવૃતિમાં યોગદાન આપનાર દાતાનું ખોડલધામ ટ્રસ્‍ટ કાગવડના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, વલ્‍લભભાઈ રામાણી, અનિલભાઈ રાદડીયા, ભાવિક પેથાણી, જલ્‍પેશ બાંભરોલીયા, ધ્રુવ તોગડીયા તથા આમંત્રિત મહેમાનોનું સન્‍માનકરવામાં આવ્‍યું હતું. તથા ખોડલધામ સમિતિ-અમરેલી, સુરત સમિતિ, ઋષિકેશ રામાણી ટ્રસ્‍ટ આયોજક યુવા સમિતિ ર્ેારા મેને. ટ્રસ્‍ટી વલ્‍લભભાઈ રામાણીનંું સેવા પ્રવૃતિ બદલ વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. તથા ધારાસભ્‍ય જે. વી. કાકડીયા ર્ેારા લાઈબ્રેરી હોલ માટે રૂા.પાંચ લાખ તથા બગસરા તાલુકા પંચાયત ર્ેારા રૂા.પચીસ હજારની ગ્રાંટ જાહેર કરવામાં આવેલ હતી, મેજર શહીદ ઋષિકેશ રામાણીની નવમી પૂણ્‍યતિથિ નિમિતે ઉપસ્‍થિત લાયન્‍સ કલબ ઓફ અમરેલી રોયલનાં પ્રમુખ લા. વસંતભાઈ મોવલીયા, રીટાયર્ડ લેફ. મેજર ગજેરા, વલ્‍લભભાઈ રામાણી વિ. મહાનુભાવોએ દીપ પ્રજવલ્‍લિત કરીને પુષ્‍પાંજલી કરીને શ્રઘ્‍ધાંજલી અર્પણ કરીને રાષ્‍ટ્રજોગ સંદેશો પ્રાસંગિક પ્રવચનમાં આપ્‍યો હતો. આ તકે અમદાવાદ, સુરત, નવસારી, વડોદરા, મુંબઈનાં ઔદ્યોગિક રત્‍નો, સહકારી આગેવાનો રૂા.પચીસ હજારનાં દાતા યાર્ડનાં ચેરમેન, ડાયરેકટરો, રાજસ્‍વી રત્‍નો તથા જિલ્‍લાભરના આગેવાનો ઉપસ્‍થિત રહૃાા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા. હરેશ બાવીશીએ કર્યુ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા સમસ્‍ત વાઘણીયા ગામનાં ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


« (Previous News)