Main Menu

અભ્‍યાસ છોડી ખેતીકાર્ય કરનાર વિદ્યાર્થીનીએ પુનઃ અભ્‍યાસ શરૂ કર્યો

ધો. 1રમાં 94 પી.આર. મેળવી ગૌરવ વધાર્યુ
ધારી, તા. ર
ધો. 1રના રીઝલ્‍ટમાં જે વિદ્યાર્થીનીને ધોરણ-10 પછી ન ભણવાનું નકકી કરેલ. ધોરણ-11માં ન આવતા શાળાન આચાર્ય દવેએ તપાસ કરતા ન ભણવાનું જાણવા મળ્‍યું. થોડા દિવસ થતા તેમના વાલી જીતેન્‍દ્રભાઈ મળતા તેમણે કહયું સાહેબ તમે આવીને સમજાવો એક દિવસ મારી સ્‍કૂલની સામેજ તેમની વાડી છે. તે વિદ્યાર્થીની નૂતન જોટાણીયા વાડીમાં કામ કરતી હતી. મેં ત્‍યાં જઇ એટલું જ કહયું કે, બેટા તું તો ભણવામાં હોંશિયાર છો. બેટી પઢાવો અભિયાનને આગળ વધારવું છે ત્‍યાં તો નૂતન તુરંત જ ભણવા તૈયાર થઇ ગઇ અને વાડીએ એજ કહયું સાહેબ, તમારો વાડીનો ધકકો એળે નહીં જવા દવ કાલથી જ સ્‍કૂલે આવીશ. આમ તે મન લગાવી ભણવા લાગી આજે ધોરણ-1રનું રીઝલ્‍ટ આવતા તેમણે ગુજરાત સરકારના અભિયાનને શાળાના આચાર્ય દવેને અને માતા પિતા અને પુરા તાલુકાને અનોખી ભેટઆપી, તે વિદ્યાર્થીની નૂતન જોટાણીયાએ 94% પી.આર. મેળવી ખુબ જ ગૌરવ અપાવ્‍યું અને બેટી પઢાવો અભિયાનમાં પણ સાંકળ બની.