Main Menu

બગસરા એસ.ટી. ડેપોમાં બેસવાની સુવિધામાં વધારો કરો

બગસરા, તા. 1
હાલ બગસરા એસ.ટી. ડેપો જે જુનો હતો તે ઘ્‍વંશ કરી નવો ડેપો બનાાવવાની કામગીરી ચાલું છે. પરંતુ હાલ મુસાફરોને બેસવા માટે 1 પ્‍લેટફોર્મ જેટલી જગ્‍યા ધરાવતું વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા માટે માત્ર 1 પતરાનું છાપરૂ બનાવેલ છે. આ છાપરામાં પુછપરછ ઓફીસ પણ આવી જાય છે. જેથી કરીને મુસાફરોને બેસવા માટે જગ્‍યા ટુંકી પડે છે. તે ઉપરાંત ખુરશીઓ પણ સાવ ભાંગેલ તુટેલ છે. આ 4પ ડીગ્રી ગરમીમાં છાપરામાં તડકો સામે આવે છે. તેથી મુસાફરો વધુ અકળાઈને હેરાન થાય છે. પુરતી સગવડતા ન હોવાથી મુસાફરોને ઉભું રહેવું પડે છે. આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થતાં વરસાદની સીઝનમાં વધારેમુશ્‍કેલી થશે. આ માટે 1 વધુ વ્‍યવસ્‍થિત છાપરૂ નવું ઉભું કરવા માંગણી છે.
તદઉપરાંત લાંબ રૂટની બસો ચાલું કરવી તથા નદીપરા બસ સ્‍ટોપથી દરેક બસમાં મુસાફરોને લેવા-ઉતારવા તેમજ બગસરા- જુનાગઢ તથા અમરેલી-જુનાગઢ (વાયા ભેંસાણ) ને વડાલ સ્‍ટોપ કરવા સબંધિત માંગણી વિગેરે પ્રશ્‍નો માટે રજુઆત કરવા માટે રૂબરૂ અમરેલી એસ.ટી. ડીવીઝનનાં વડા મેત્રોજાને કરેલ તે સાથે પેસેન્‍જર્સ એસો. તથા ચેમ્‍બર ઓફ કોમર્સના હોદેદારો અરવિંદભાઈ જે. ગોહેલ તથા પ્રકાશભાઈ રાણીંગા, વિનુભાઈ ભરખડા વિગેરેનું પ્રતિનિધિ મંડળે રજુઆત કરેલ. આ સબંધિત માંગણીઓ સંદર્ભેનાં પ્રશ્‍નો માટે યોગ્‍ય કરવા મેત્રોજાએ સકારાત્‍મક જવાબ આપેલ.
તેમજ આ બાબતે વાહન વ્‍યવહારમંત્રી આર.સી. ફળદુ તથા ડો. ભરતભાઈ કાનાબારને ઉપરોકત બાબતે જાણ કરવામાં આવેલ છે.