Main Menu

અમરેલી તાલુકા પંચાયતનું મકાન અતિ બિસ્‍માર

અરજદારો અને કર્મચારીઓ પર સતત ભયનો માહોલ
અમરેલી તાલુકા પંચાયતનું મકાન અતિ બિસ્‍માર
ગ્રામ્‍ય જનતા પણ નાછુટકે કામ હોય તો જ પંચાયત કચેરીમાં જવાની હિંમત કરે છે
અમરેલી, તા. 1
અમરેલી જીલ્‍લામાં હજુ પણ રજવાડાની ઈમારતોમાં સરકારી કચેરીઓ ધમધમી રહી છે પણ આ રજવાડા સમયની મિલ્‍કતો સાવ ખખડધજ હાલતમાં હોય અને કચેરીમાં કામ કરતાં કર્મીઓ ભયના ઓથાર તળે કામગીરી કરતા હોય છે. અમરેલીની તાલુકા પંચાયત કચેરી રજવાડાનાં સમયની ઈમારતનાં કાંગરા હવે પડુ પડુ થઈ રહૃાાં છે છતાં તાલુકા પંચાયત કચેરી જુના મકાનમાંથી આજની આધુનિક કચેરીમાં કયારે ફેરવાશે તે કહેવું તો બહુ મુશ્‍કેલ જણાય છે.
અમરેલીનાં 80 ગામડાઓ સાથે સંકળાયેલી તાલુકા પંચાયત કચેરી જુનવાણી સમયના રજવાડાની મિલ્‍કતમાં બેસી રહી છે. બહારથી જોતા તો આ ઈમારત જુનવાણી રજવાડાની યાદ અપાવે છે. પણ અંદરની હાલત ભૂતિયા મહેલ જેવી થઈ ગઈ છે. ચારે બાજુ દિવાલો ખવાઈ ગઈ છે. બીજા માળે જવાની સીડીના દાદર તો તુટી ગયા છે છતાં ઉપરના માળે કચેરીની અમુક શાખાઓ કાર્યરત હાલમાં છે. તાલુકા પંચાયતના સરકારી સાહિત્‍ય સાચવવાના કાગળો માટેના કબાટો ભાંગી ગયા છે તો છત પણ પડવાનાં વાંકે ઉભી દેખાઈ રહી છે. ત્‍યારે તાલુકા પંચાયતમાંકામ સબબ આવતા અરજદારો પણ ભયજનક જણાતી આ તાલુકા પંચાયત અંગે જણાવી છે કે, પંચાયત કચેરીમાં આવકનો દાખલ કાઢવા આવતા અરજદારોને રજવાડા સમયના આ મકાનમાં બીક લાગી રહી છે. છત પરથી પોપડા પડી રહૃાાં છે. પંચાયતના કર્મીઓ પણ ભયના ઓથાર તળે કામગીરી કરી રહૃાાનું અનુભુતિ અરજદારો મહેસુસ કરી રહૃાા છે. ત્‍યારે અતિ જર્જરીત હાલતમાં બિલ્‍ડીંગ પડવાના વાંકે ઉભી હોવાનું જણાઈ છે.
ત્‍યારે અમરેલીનાં સ્‍થાનિકે જણાવ્‍યું હતું કે, પંચાયતની સ્‍થાપના થઈ ત્‍યારથી તાલુકા પંચાયત કચેરીઓ રજવાડાનાં સમયથી બેસી રહી છે. તાલુકા પંચાયતના અધિકારી કે પદાધિકારીઓએ કયારેય આ જર્જરીત બિલ્‍ડીંગ અંગે રજુઆતો કરી ન હોવાનો આક્ષેપ કરી રહૃાા છે. ત્‍યારે બિલ્‍ડીંગમાં સીડી પણ તતુટીને બેહાલ થઈ ગઈ છે. હાલ જીલ્‍લા પંચાયત, એસ.ટી. બસ સ્‍ટેન્‍ડ સહિત આધુનિક બિલ્‍ડીંગો સરકારી કચેરી માટે બની રહૃાાં હોય ત્‍યારે ફકત અમરેલીની તાલુકા પંચાયત સાથે જ ઓરમાયું વર્તન સરકાર દાખવતી હોવાનો સુર ઉઠયો છે.
તાલુકા પંચાયતના પ્રમુખ પણ સ્‍વીકારી રહૃાા છે કે, રાજાશાહી વખતનું બિલ્‍ડીંગ છે. કર્મીઓ ભયના ઓથાર તળે કામગીરી કરી રહૃાા છે પણ એક વર્ષથી વિકાસ કમિશનરમાં નવા બિલ્‍ડીંગ માટેનો પ્રશ્‍ન પેન્‍ડીંગ પડયો હોવાથી નવા બિલ્‍ડીંગની મંજુરી મળતીનથી. ચોમાસામાં સાહિત્‍ય પણ પલળી જતું હોવાનો સ્‍વીકાર કરતાની સાથે સરકાર દરમિયાનગીરી કરે તો નવા બિલ્‍ડીંગની મંજુરી મળવાની વાત તાલુકા પંચાયતનાં પ્રમુખે કરી હતી.
ત્‍યારે તાલુકા પંચાયતના ટીડીઓએ જણાવ્‍યું હતું કે, વિકાસ કમિશનરમાં દરખાસ્‍ત પેન્‍ડીંગ હોવાનો તાલુકા વિકાસ અધિકારીએ સ્‍વીકાર કર્યો છે પણ અધિકારી-પદાધિકારીઓની રજુઆતો તંત્રના બહેરા કાને અથડાઈ રહી છે. છતાં એક વર્ષથી પેન્‍ડીંગ દરખાસ્‍ત મંજુર થવામાં વિલંબ થઈ રહૃાો છે.