Main Menu

અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં માં વાત્‍સલ્‍ય કાર્ડની કોઈ કિંમત નથી

જનસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટનો આક્ષેપ
અમરેલી, તા.31
હાલમાં સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ, માં વાત્‍સલ્‍ય કાર્ડની યોજના વાળા ગરીબ વ્‍યકિતઓને સરકાર દ્વારા મેડિકલ સહાય આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે પરંતુ અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં આ અંગે સરકારના નીતિ નિયમોને નેવે મુકી પોતાની રીતે આ માં અમૃતમ કાર્ડ, માં વાત્‍સલ્‍ય કાર્ડની સહાય આપવામાં આવતી નથી કે ચલાવવામાં આવતું નથી અને ઉલટાનું ખાનગી હોસ્‍પિટલ વાળા અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે આ અંગે અમોની પાસે એવો કોઈ પરિપત્ર નથી કે આ કાર્ડ અમોની હોસ્‍પિટલમાં ચાલી શકે.
અમરેલીની ખાનગી હોસ્‍પિટલમાં આ કાર્ડનો પરિપત્ર જાહેર કરી ગરીબ લોકોને તે સહાયનોલાભ મળે તેવું કરી આપવા જનસેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ વાળાએ માંગ         કરી છે.