Main Menu

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોએ દૂધ, શાકભાજીનું વેચાણ બંધ કરવુ :  કેતન કસવાળા

ખેડૂત સમાજનાં કેતન કસવાળાનો અનુરોધ
અમરેલી, તા. 31
અમરેલી જિલ્‍લાનાં ખેડૂતોને 1 જૂનથી 10 જૂન સુધી દૂધ, શાકભાજી, કઠોળ કે અનાજનું વેચાણ બંધ કરવાનો અનુરોધ ખેડૂત સમાજનાં કેતન કસવાળાએ કર્યો છે.
છેલ્‍લા 18-18 વર્ષથી ગુજરાત સરકારની કૃષિ વિરોધી નીતિનાં કારણે નાના અને સીમાંત ખેડૂત દેવદાર બનીગયેલ છે અને ઘણા ખેડૂતો આત્‍મહત્‍યા કરી જીંદગી ટુંકાવી નાખે છે. એટલે ખેડૂતોનાં પ્રાણ પ્રશ્‍નો માટે થઈને 10 દિવસ ભારત બંધનું ખેડૂત સમાજ તરફથી એલાન કરવામાં આવ્‍યું હોય, અમરેલી જિલ્‍લાનાં દરેક ખેડૂત આ 10 દિવસ દરમ્‍યાન પોતાની ખેત જણસ અને દૂધ, શાકભાજીનું વેચાણ બંધ રાખી ખેડૂત સમાજનાં આંદોલનને તનમનથી ટેકો આપી પોતાના પ્રશ્‍નોને વાચા આપવા અંતમાં જણાવેલ છે.