Main Menu

અમરેલી પાલિકા દ્વારા થયેલ ભ્રષ્‍ટાચારની તપાસ કરો : કોંગી ધારાસભ્‍ય

પાલિકામાંકોંગ્રેસનું શાસન અને તપાસ પણ કોંગી ધારાસભ્‍યએ માંગી
અમરેલી પાલિકા દ્વારા થયેલ ભ્રષ્‍ટાચારની તપાસ કરો : કોંગી ધારાસભ્‍ય
જે કોઈએ ભ્રષ્‍ટાચાર કર્યો હોય તેને કડકમાં કડક સજા કરવાની માંગ કરી
અમરેલી, તા. 31
અમરેલીની કોંગી શાસિત પાલિકામાં લાખો રૂપિયાનો આર્થિક ભ્રષ્‍ટાચાર થયાનો આક્ષેપ કરીને સમગ્ર કૌભાંડની તટસ્‍થ તપાસ કરવાની માંગ આરટીઆઈ એકટીવીસ્‍ટ નાથાલાલ સુખડીયાએ કરી છે. અને આ કૌભાંડમાં કોંગી ધારાસભ્‍ય પર પરોક્ષ આક્ષેપ કરવામાં આવતાં ધારાસભ્‍ય ધાનાણી મેદાનમાં આવ્‍યા છે.
તેઓએ જણાવેલ છે કે, અમરેલી નગરપાલિકા કોંગ્રેસ શાસિત હોય જેમાં અમરેલી પાણાખાણ તારવાડી ખાતે માટી મોરમ 14માં નાણાપંચમાંથી 19,19,3પર રૂપિયા ચુકવી દેવામાં આવયા છે. આ જગ્‍યા પર માટી મોરમની જગ્‍યાએ વેસ્‍ટ પત્‍થર અને માટી થોડી ઘણી નાખીને 19 લાખ રૂપિયા કાગળ પર હજમ થઈ ગયા છે.
વધુમાં જણાવેલ છે કે, અમરેલીનાં સાવરકુંડલા રોડ પર આવેલી જગ્‍યા હયાત કમ્‍પોસ્‍ટની ખુલ્‍લી જગ્‍યા પર સ્‍વર્ણિમ ગુજરાત મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી.)માં બગીચો ડેવલપ કરવાનો ખર્ચ રૂા. રપ,13,181 બતાવીને ભ્રષ્‍ટાચાર કરેલ છે.
ઉપર બંને કામની તટસ્‍થ તપાસ કરી અને કસુરવાળો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની રજુઆત અંતમાં કરેલછે.