Main Menu

કુંકાવાવ પંથકનાં ગેસ ગ્રાહકોને ડરાવવાનો પ્રયાશ?

સાંસદ કાછડીયા અને ધારાસભ્‍ય ધાનાણી મદદ કરશે ?
કુંકાવાવ પંથકનાં ગેસ ગ્રાહકોને ડરાવવાનો પ્રયાશ
ચેકીંગનાં નામે પરપ્રાંતિય માણસો મહિલાઓ સાથે અસભ્‍ય વર્તન કરતાં હોવાની ચર્ચા
કુંકાવાવ, તા. 31
કુંકાવાવ પંથકમાં ગેસધારકો પાસેથી બેફામ ચકાસણીને બદલે ચેકીંગનાં નામે લોકોને ડરાવી ધમકાવીને પરપ્રાંતનાં લોકો ઘ્‍વારા કરવામાં આવી રહી છે. દાદાગીરી સાથે ઉઘાડી લૂંટ આ બાબતે જાણવા મળતી વિગત મુજબ કુંકાવાવની જય યોગેશ્‍વર ગેસ એજન્‍સીના માલીક ઘ્‍વારા ગેસ કનેકશન ચકાસણી કરવાની મંજુરી આપતાં પત્ર આ રાજસ્‍થાનનાં વતની અને ક્રીમીનલ માઈન્‍ડ ધરાવતા યુવાનોને આવી કામગીરી કરવાનાં શહેર તેમજ આસપાસના ગામડાનાં તમામ ગેસ ધારકો પાસેથી ચેકીંગનાં નામે ઘરમાં ઘુસીને મહિલાઓ, વૃઘ્‍ધો જે એકલા હોય તો ધમકી ભરી વાતો કરીને જેવી કે તમારૂ ગેસ કનેકશન બંધ થઈ જશે તમોને સબસીડી પાછી મળશે નહી અને અમો સરકારી માણસો છીએ અને ચેકીંગ કરીએ છીએ. જેથી અત્‍યારે જ રૂપિયા આપો નહીતર કનેકશન બંધ કરવામાં આવશે. જયાં જવું હોય ત્‍યાં જજો ચાલુ થશે નહી તેવી ડરામણી ભાષામાં આ પરપ્રાંતનાં લોકો શહેરનાં ગ્રાહકોને ધમકાવીને સર્વિના 117 તેમજ બીજા પાઈપ રેગ્‍યુલેટર એમ વધારાના નાખીને રૂપિયા ર00થી 1000સુધીની રકમ દબાવીને પડાવી રહૃાા છે. ત્‍યારે આ બાબતે ગેસ એજન્‍સીને પુછતા તેમણે જણાવેલ કે, આવા માણસો અમારા સેલ્‍સ ઓફીસરનાં કહેવાથી પરાણે રાખવા પડે છે. ત્‍યારે ગત વર્ષ પ0 રૂપિયા ચકાસણી ફી હતી તેના આ વખતે 117 રૂપિયા વસુલી રહૃાા છે અને ગ્રાહકને બિનજરૂરી વસ્‍તુ બદલાવાના બહાને ધમકાવીને 1000 જેવી મોટી રકમ ગ્રાહક પાસેથી વસુલી રહૃાા છે. ત્‍યારે એજન્‍સીના સંચાલક અને ઈન્‍ડિયન ગેસનાં અધિકારીની મિલીભગતથી તમામ ગ્રાહકો પાસેથી બિનજરૂરી સામાન નાખીને ધમકાવીને રકમ વસુલી રહૃાા છે. આ બાબતે જીલ્‍લાનાં સાંસદ અને ધારાસભ્‍યને લેખિત રજુઆતો કરવામાં આવનાર છે. ત્‍યારે આવા ગુજરાતી નહી સમજતા પરપ્રાંતનાં ક્રીમીનલ માઈન્‍ડ ધરાવતા લોકોને એજન્‍સીએ કોઈપણ જાતના ડોકયુમેન્‍ટ લીધા વગર કામગીરી સોંપતા સવાલો ઉઠી રહૃાા છે. ત્‍યારે પરપ્રાંતના લોકો મહિલાઓ એકલી ઘરે હોય તો પણ ઘરમાં ઘુસીને ગેસની બુક માગીને ધમકાવી રહૃાા છે. ત્‍યારે આવા પરપ્રાંતનાં યુવાનોના કોઈપણ પ્રકારના આધાર પુરાવા એજન્‍સી પાસે કે પોલીસ પાસે નથી અને શહેરમાં મકાન ભાડે રાખીને ખુલ્‍લેઆમ ગ્રાહકોને લુંટી રહૃાા છે. ત્‍યારે અમુક ગ્રાહકોને મફતમાં ગેસ કનેકશન મળ્‍યાને બે માસ થયા ત્‍યાં જ ચેકીંગના નામે પ00થી 1000 રૂપિયા પડાવવામાં આવી રહૃાા છે અનેઆવા લોકો ઘરે આવીને અત્‍યારે જ ચેકીંગ કરવાનું છે નહીતર ગેસ બંધ કરી દેવામાં આવશે. રૂપિયા આપો જેવી ડરામણી વાતો કરીને મહિલા, વૃઘ્‍ધોને ખાસ નિશાન બનાવીને કામગીરી કરી રહૃાા છે. ત્‍યારે જીલ્‍લા કલેકટર આવી એજન્‍સીની અને અને ઓફીસરની મિલીભગતથી ચાલતી લુંટ બંધ કરાવે અને સાંસદ અને ધારાસભ્‍ય આ બાબતને લઈને આવા પરપ્રાંતના લોકો ઘ્‍વારા ચલાવાતી દાદાગીરી સામે રજુઆત કરે અને લુંટાતી જનતા જનાર્દનનાં હિતમાં આવા લેભાગુને સબક શીખવાડે તેવી લોકો માંગ કરી રહૃાા છે. ત્‍યારે આવા પરપ્રાંત લોકો કોઈને ઘરે ધમકાવે કે ડરાવે તો પોલીસમાં જાણ કરવી જરૂરી છે અને બીજા કોઈ ગુનાહિત માનસ અને ઈતિહાસ ધરાવતા લોકોથી સાવચેત રહે તેવી પોલીસ ઘ્‍વારા અપીલ કરવામાં આવી છે.