Main Menu

અમરેલી જિલ્‍લામાં સવારથી આકાશ વાદળોથી ગોરંભાયું : ચાવંડમાં વરસાદ

ચાવંડમાં પાણી રોડ ઉપર વહેવા લાગ્‍યા
અમરેલી, તા.31
અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્‍લામાં છેલ્‍લા બે દિવસથી આકાશમાં વાદળોની જમાવટ જોવા  મળી રહી છે. ત્‍યારે સાંજના સમયે લાઠી તાલુકાના ચાવંડ ગામ તથા આજુબાજુના સીમ વિસ્‍તારમાં જોરદાર વરસાદી ઝાપટું પડી જતાં આ પંથકમાં રોડ ઉપરથી પાણી વહી જવા પામ્‍યું હતું.
આગામનની છડી પોકારતા વાતાવરણ ઉભું થવા પામેલ છે. અને 10 થી 1ર દિવસમાં અમરેલી જિલ્‍લામાં ચોમાસાની શરૂઆત થનાર છે. ત્‍યારે પ્રિમોન્‍સુન વરસાદથી લોકો રોમાંચીત થઈ ઉઠયા હતા. ચાવંડ તથા આજુબાજુનાં વિસ્‍તારમાં પડેલા વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત થવા પામી હતી.