Main Menu

અમરેલી જિલ્‍લાનું ધો. 1ર (સા.પ્ર.)નું પર.84 ટકા પરિણામ

સૌથી શ્રેષ્ઠ પરિણામ દામનગરનું અને સૌથી ઓછું ખાંભાનું
અમરેલી જિલ્‍લાનું ધો. 1ર (સા.પ્ર.)નું પર.84 ટકા પરિણામ
જિલ્‍લાનાં શિક્ષણ જગત માટે અર્ધોઅર્ધ પરીક્ષાર્થીઓ નાપાસ થાય તે ચિંતાનો વિષય
અમરેલી, તા. 31
અમરેલી જિલ્‍લામાં ગત માર્ચ માસમાં ધો. 1ર સામાન્‍ય પ્રવાહની પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં કુલ નોંધાયેલા 11પ14 પરીક્ષાથીઓ પૈકી 11ર86વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી હતી. જે પરીક્ષાનું આજે પરિણામ જાહેર થતાં અમરેલી   જિલ્‍લાનું કુલ પર.84 ટકા એટલે કે કુલ પ964 વિદ્યાર્થીઓ પાસ થવા પામ્‍યા હતા. ગત વર્ષ 46 ટકા જેટલું પરિણામ આવ્‍યું હતું.
અમરેલી જિલ્‍લામાં 16 કેન્‍દ્ર તથ એક ખાનગી સેન્‍ટર મળી કુલ 17 સેન્‍ટરો ઉપર પરીક્ષાઓ યોજાઈ હતી.  જે પરીક્ષામાં આજે જિલ્‍લાભરમાંથી એ-વનમાં 4 વિદ્યાર્થીઓ, એ-ટુ માં 9પ વિદ્યાર્થીઓ, બી-વનમાં 673 જયારે બી-ટુ માં 1પ34 વિદ્યાર્થીઓ મળી કુલ પ964 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જયારે પપપ0 વિદ્યાર્થીઓ નાપાસ થવા પામ્‍યા હતા.
આજે જાહેર થયેલા પરિણામમાં 16 સેન્‍ટરો પૈકી સૌથી વધુ પરિણામ દામનગરનું 8ર.88 ટકા જયારે સૌથી ઓછું પરિણામ ખાંભા સેન્‍ટરનું 40.60 ટકા આવ્‍યું હતું.