Main Menu

અમરેલીમાં ઈજનેરી કોલેજમાં પ્રથમ સેમેસ્‍ટરમાં મફતમાં પ્રવેશ

?

છેલ્‍લા 1ર વર્ષથી કાર્યરત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા ઉ. માઘ્‍યમિક શાળામાં બોર્ડમાં બોયઝના શ્રેષ્ઠ પરિણામની સફળતા સાથે મેનેજમેન્‍ટ એક અનેરી પહેલ કરવા જઈ રહી છે. ત્‍યારે સૌથી ઓછી ફીમાં અત્‍યાધુનિક વિશાળ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ધરાવતા વિદ્યાસભા કેમ્‍પસમાં બહેનો માટે ધોરણ-11 સાયન્‍સ (ર0,400), કોમર્સ (7000), આર્ટસ(6,400)ની વાર્ષિક સ્‍કૂલ ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે ટ્રસ્‍ટીઓ, કેમ્‍પસ ડાયરેકટર, પ્રિન્‍સિપાલ તેમજ સુપરવાઈઝરોની મિટીંગમાં નિર્ણય કરવામાં આવેલ છે. વધુમાં એન્‍જીનીયરીંગ કોલેજમાં અભ્‍યાસ કરવા ઈચ્‍છતા બહેનો માટે પ્રથમ સેમેસ્‍ટર કોઈ પણ બ્રાંચમાં કોલેજ ફી માફ કરી બહેનોને આગળના અભ્‍યાસ માટે પ્રોત્‍સાહિત કરવાનો અનેરો પ્રયાસ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શનથી કાર્યરત વિદ્યાસભા કેમ્‍પસમાં કરવામાં આવી રહયો છે. મેનેજમેન્‍ટે મઘ્‍યમ વર્ગના અને હોંશિયાર બહેનો માટે વિદ્યાસભા કેમ્‍પસમાં પ્રવેશ માટે વાલીઓ અને વિદ્યાર્થીનીઓને સંસ્‍થાની મુલાકાત માટે આવકારે છે. વાલીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ જાતે મુલાકાત લઈ સંસ્‍થાની શિક્ષણ તથા વ્‍યવસ્‍થા વિશે માહિતગાર થઈ વિદ્યાર્થીનીઓના ઉજજવળ ભવિષ્‍ય માટે મળતી સુવિધાઓનો લાભ લેવા સંસ્‍થા મેનેજમેન્‍ટે આવકાર્યા છે.« (Previous News)